દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના મતે, ભાજપે 13 બેઠકો જીતી છે અને 34 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 47 બેઠકો તેમની પાસે છે. આમ આદમી પાર્ટી (AAP) એ પણ 11 બેઠકો જીતી છે અને 12 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 23 બેઠકો છે. જ્યારે કોંગ્રેસને સતત ત્રીજીવાર એક પણ બેઠક મળી નથી.
આ ફેરફારમાં, AAPના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે. સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે.
દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરો વચ્ચે સ્પીચ આપશે. આ દરમિયાન કેજરીવાલને હરાવનારા ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા અમિત શાહને મળ્યા.
દિલ્હી વિધાનસભા ઇલેક્શન- ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ
2020માં, ભાજપે ફક્ત 8 બેઠકો જીતી હતી. 2025માં, તેમણે 6 ગણી વધુ બેઠકો જીતી, એટલે કે 48 થી વધુ બેઠકો જીતી છે.
કેજરીવાલની નવી દિલ્હી બેઠકના 20 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી દીધી. તેમને મળેલા મતો બે અંક સુધી પણ પહોંચી શક્યા નહીં.
કેજરીવાલ પ્રવેશ વર્મા સામે 3000 મતોથી હારી ગયા, જ્યારે સંદીપ દીક્ષિતને ફક્ત 3873 મત મળ્યા.
દિલ્હી વિધાનસભા ચૂંટણી – રસપ્રદ તથ્યો
2020માં ભાજપે ફક્ત 8 બેઠકો જીતી હતી. 2025માં, તેમણે 6 ગણી વધુ બેઠકો જીતી, એટલે કે 48 થી વધુ બેઠકો.
કેજરીવાલની નવી દિલ્હી સીટ પર 20 ઉમેદવારોને મળેલાં મત બે અંક સુધી પણ પહોંચી શક્યા નહીં.
કેજરીવાલ, પ્રવેશ વર્માથી 3000 મતથી હાર્યા, જ્યારે સંદીપ દીક્ષિતને લગભગ 3873 જ મત મળ્યા
કોંગ્રેસને એક પણ બેઠક ન મળી, પણ વોટ શેર 2% વધ્યો
ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં 39 બેઠકોનો વધારો કર્યો. તે જ સમયે, AAP ને 39 બેઠકોનો ઘટાડો થયો છે. કોંગ્રેસ આ વખતે પણ ખાલી હાથ રહી. એક પણ બેઠક જીતી શક્યા નહીં.
ભાજપે છેલ્લી ચૂંટણી (2020) ની સરખામણીમાં તેના મત હિસ્સામાં 9%થી વધુનો વધારો કર્યો.
તે જ સમયે AAPને 10% થી વધુનું નુકસાન થયું છે. ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળે, પણ તે પોતાનો મત હિસ્સો 2% વધારવામાં સફળ રહી.
