રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, LG વીકે સક્સેના, વિદેશ મંત્રી એસ જયશંકર, મુખ્યમંત્રી આતિશી અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ તેમની માતા સોનિયા, પતિ અને પુત્ર સાથે મતદાન કર્યું. અરવિંદ કેજરીવાલ પોતાના માતા-પિતાને વ્હીલચેર પર બેસાડીને મતદાન કરવા પહોંચ્યા.
ભાજપે આરોપ લગાવ્યો છે કે સીલમપુરમાં બુરખા પહેરેલી મહિલાઓને નકલી મતદાન કરાવવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. આ પછી પોલીસ અહીં તપાસ કરી રહી છે. આપ સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે નોર્થ એવન્યુ એન બ્લોકમાં 2000-3000 રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોની આંગળીઓ પર શાહી લગાવવામાં આવી હતી. આ બધું ચૂંટણી પંચના નાક નીચે થઈ રહ્યું છે.
ફ્લાઈંગ કિસ આપવા બદલ AAP ધારાસભ્ય સામે FIR
મતદાન દરમિયાન AAPના 2 ધારાસભ્યો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. દિનેશ મોહનિયા વિરુદ્ધ ફ્લાઈંગ કિસ આપવા બદલ એક મહિલાએ કેસ દાખલ કર્યો છે. ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.