ગઈકાલે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડ્યા બાદ આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે ટક્કર થશે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે 5000 અને 1500 રૂપિયાની ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે અને 300, 500 અને 7000 વાળી ટિકિટોનું પણ ધૂમ વેચાણ થયું છે. આજે વડોદરાનું કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હાઉસફૂલ થઈ જાય તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં 15 હજાર જેટલી ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે.

માસ્ટર બ્લાસ્ટરને રમતો જોવા પ્રેક્ષકો સ્ટેડીયમમાં પહોંચશે નિવૃત થઈ ગયા બાદ સચિન તેંડુલકર ભાગ્યે જ ક્રિકેટ રમતા જોવા મળે છે અને ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ઈન્ડિયા માસ્ટર્સની વડોદરામાં આજે છેલ્લી મેચ છે. જેથી સચિન તેંડુલકરને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બુક માય શો પર આજની મેચની ટિકિટોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આજે સાંજે 7.30 વાગ્યે મેચ શરૂ થશે. જો કે ટ્રાફિકજામથી બચવા માટે ક્રિકેટ રસિકોને મેચ શરૂ થયાના બે કલાક પહેલા પહોંચી જવું પડશે, નહીં તો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા તો અડધી મેચ પણ પૂરી થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કારણ કે, છેલ્લે યોજાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા માસ્ટર વચ્ચેની મેચમાં ઘણા ક્રિકેટર રસિકો એક ઈનિંગ પૂરી થયા પછી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.
સચિનનો ચાહક ગૌતમ પણ ઈન્ડિયા માસ્ટર્સને સપોર્ટ કરવા પહોંચશે સચિન તેંડુલકરના ચાહક સુધીર ગૌતમ આજની મેચમાં ઇન્ડિયા માસ્ટર્સને સપોર્ટ કરવા માટે કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પહોંચી જશે. આ ઉપરાંત વડોદરાના સચિનના ચાહક હસમુખભાઈ પરમાર પણ સચિનને મળવા માટે જશે. હસમુખ પરમાર છેલ્લા 36 વર્ષથી સચિન તેંડુલકરના જન્મદિવસની ઉજવણી કરે છે, તેઓ અનેક વખત તેને મળવા માટેના પ્રયાસ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ક્યારે પણ સચિનને મળી શક્યા નથી. જેથી આજે તેઓ પોતાની આખરી આ સાથે સચિનને મળવા માટે સ્ટેડિયમમાં જશે.

સચિન સહિતના ખેલાડીઓએ નેટમાં પરસેવો પાડ્યો આજની મેચ માટે ઇન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમો સજ્જ છે. બંને ટીમોએ ગઈકાલે નેટમાં ખૂબ પ્રેક્ટિસ કરી હતી. ખાસ કરીને સચિન તેંડુલકર અને તેમની ટીમે છેલ્લા બે દિવસમાં આજની મેચ માટે ખૂબ જ મહેનત કરી છે.
વડોદરામાં ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમી રહી છે. જેમાં સચિન તેડુંલકર, યુવરાજસિંગ, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, શોન માર્શ, જેક કાલિસ, કેવિન પીટરસન, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર લીગમાં રમી રહ્યા છે.

ઈન્ડિયા માસ્ટર્સ ટીમ સચિન તેંડુલકર અંબાતી રાયડુ યુવરાજસિંહ યુસુફ પઠાણ ઈરફાન પઠાણ સ્ટુઅર્ટ બિન્ની ધવલ કુલકર્ણી વિનય કુમાર શાહબાઝ નદીમ રાહુલ શર્મા નમન ઓઝા પવન નેગી ગુરકીરત સિંહ માન અભિમન્યુ મિથુન
ઓસ્ટ્રેલિયન માસ્ટર્સ ટીમ શેન વોટસન શોન માર્શ પીટર નેવીલ બેન ડન્ક ડેન ક્રિશ્ચિયન બેન કટિંગ નાથન રિઅર્ડોન જેસન ક્રેઝા ઝેવિયર ડોહર્ટી જેમ્સ પેટીન્સન કોલ્ટર નાઈલ કેલમ ફર્ગ્યુસન બ્રેસ મેક્ગેન બેન હિલફેનહસ બેન લાફલીન
