RRB Group D Vacancy 2025: રેલ્વે ભરતી બોર્ડે ગ્રુપ ડી (લેવલ-1) ની જગ્યાઓ પર ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના માપદંડો હળવા કર્યા છે. નવા માપદંડો અનુસાર, હવે 10 પાસ ઉમેદવારો પણ ગ્રુપ ડીના પદો પર ભરતી માટે અરજી કરી શકશે. ગ્રુપ ડી નોકરીના ઉમેદવારો માટે હવે ITI ડિપ્લોમા ફરજિયાત રહેશે નહીં. અગાઉ, ટેકનિકલ વિભાગો માટે અરજી કરવા માટે, ધોરણ 10 પાસ હોવાની સાથે જ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT) દ્વારા આપવામાં આવેલ NAC અથવા ITI ડિપ્લોમા ફરજિયાત હતું. NAC અથવા ITI ડિપ્લોમા વગરના ઉમેદવારો અરજી કરી શકતા ન હતા.
માહિતી મુજબ, રેલવે બોર્ડ દ્વારા તમામ રેલવે ઝોનને 2 જાન્યુઆરીએ મોકલવામાં આવેલા લેખિત સંદેશમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દાની સમીક્ષા કર્યા પછી, અગાઉના નિર્દેશોને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો. નવા નિયમો હેઠળ, ઉમેદવાર પાસે કોઈ ડિપ્લોમા ન હોય અને 10મું પાસ હોય તો પણ તે અરજી કરી શકશે.
રેલ્વે લેવલ-1ના લગભગ 32000 પડો પર ભરતી થશે, જેના માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 જાન્યુઆરી 2025થી શરૂ થશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણે ઉંમરની ગણતરી 1 જુલાઈ 2025થી થશે. આ ભરતીની નોટિસ ભારત સરકારના રોજગાર સમાચારમાં પ્રકાશિત થઈ ચુકી છે. RRB ગ્રુપ D પરીક્ષાનું આયોજન સીબીટી મોડમાં થશે.
વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ
ગયા મહિનાઓમાં નીકળેલી વિવિધ રેલ્વે ભરતીઓની જેમ ગ્રુપ D ભરતીની નોટીસમાં પણ મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટનો ઉલ્લેખ છે. કોવિડ રોગચાળાને કારણે ગ્રુપ ડી ભરતીની મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે. મહત્તમ ઉંમર મર્યાદા 33 વર્ષને બદલે 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે આ છૂટ માત્ર એકવાર માટે જ છે.
અરજી કરવા માટે સામાન્ય/OBC કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા (સીબીટીમાં સામેલ થવા પર 400 રૂપિયા પાછા આપવામાં આવશે) અને SC/ST/EBC/મહિલા/ટ્રાન્સજેન્ડરને 250 રૂપિયા ((સીબીટીમાં સામેલ થવા પર બધી ફી પાછી આપશે) ફી આપવી પડશે.