રાજ્યમાં એક પછી એક અકસ્માતો વધતા જઈ રહ્યા છે. આજે બે અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ જતી કારનું ટાયર ફાટી જતાં તે ટ્રકમાં ભટકાતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. બીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
ડિવાઈડર કુદીને કાર ટ્રકમાં ઘૂસી ગઇ અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રીજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર પુરપાટ થતી કારનુ એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કુદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે બે વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
અવાજ આવતા જ હું સ્થળ પર પહોંચ્યો: સ્થાનિક સ્થાનિક પ્રવિણસિંહે રાઠોડે જણાવ્યું હતું કે, મોડી રાત્રે અવાજ આવતા તેઓ તુરંત એક્સપ્રેસ હાઇવે પર આવી પહોંચ્યા હતા. જ્યાં ટ્રક થોડે દુર આગળ પડી હતી અને કાર થોડે દુર, એ બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કારના કાટમાળને હટાવ્યો હતો. જેમાં ત્રણના મૃતદેહને બહાર કાઢ્યા હતા, તો બે ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મૃતકોના નામ
- દલપતભાઈ ચમનાજી પુરોહિત (ઉ.વ. 38, ડ્રાઈવર, રહે. વરાછા, સુરત)
- સુભઢીદેવી ચમનાજી પુરોહિત (ઉ.વ.71, રહે. વરાછા, સુરત)
- દિનેશ પ્રભારામ પુરોહિત (ઉ.વ.41, રહે. વરાછા, સુરત)