Vadodara News Network

નવરાત્રિ પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ:સુરત-ડાંગ અને નવસારી સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ. ગુજરાતમાં વધુ જોર હશે

રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 3 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

દક્ષિણ ભાગોમાં 3 દિવસ બાદ વરસાદનું જોર વધશે ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમમાં નબળું પડી ગયું હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ છે. 14 સપ્ટેમ્બરના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે એટલે કે ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગોમાં 3 દિવસ બાદ વરસાદનું જોર વધશે અને છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

સૌથી વધુ કચ્છમાં સરેરાશ 136 ટકા વરસાદ નોંધાયો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 37.40 ઈંચ એટલે કે 107.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, મધ્ય ગુજરાતમાં 110 ટકા, દક્ષિણ ગુજરાતમાં 111 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 93.36 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved