Vadodara News Network

નવા વર્ષના પહેલા દિવસે આમ આદમીને મોટો ઝટકો! ગુજરાત ગેસે વધાર્યો CNGનો ભાવ

CNG Price Hike: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને આજે વર્ષના પહેલા જ દિવસે લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ભાર પડ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આજથી એટલે કે 1 જાન્યુઆરીથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં CNGની કિંમત હવે વધીને 79.26 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ગુજરાત ગેસ કંપનીએ 1 ડિસેમ્બરે સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો, જે પછી સીએનજીનો ભાવ 77.76 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો.

અગાઉ જુલાઈમાં સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં પણ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પછી ડિસેમ્બરમાં ભાવ વધારો કર્યો હતો અને હવે ફરીથી નવા વર્ષના પહેલા દિવસથી આજથી એટલે કે 1 જાન્યુઆરીથી સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરાતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.

છેલ્લા છ મહિનાની અંદર જ સીએનજીના ભાવમાં 5 રૂપિયાનો વધારો થયો છે. CNGના ભાવમાં આ વધારો દક્ષિણ ગુજરાતના 4 લાખથી વધુ સીએનજી વાહન યૂઝર્સને અસર કરશે. જણાવી દઈએ કે એકલા સુરતમાં 60 CNG પંપ અને દક્ષિણ ગુજરાતમાં 250 CNG પંપ છે. સીએનજીનો ઉપયોગ મોટાભાગે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં થાય છે. જેના કારણે સ્કૂલ વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કરવો પડી શકે છે.

સુરતમાં જ લગભગ દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં દૈનિક અંદાજે 3 લાખ કિલો સીએનજીનો ઉપયોગ થાય છે. ત્યારે આજથી લાગૂ થયેલા ભાવ વધારાને કારણે સીએનજી ચાલકો પર રોજના 4.50 લાખ રૂપિયાનો ભાર વધશે. ત્યારે એક સીએનજી પંપના ડીલરે જણાવ્યું કે ગુજરાત ગેસ કંપની દ્વારા છ મહિનામાં જ ચોથી વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો આ રીતે સીએનજીના ભાવમાં વધારો થતો રહેશે તો સીએનજી વાહન ચાલકો પેટ્રોલ-ડીઝલ વાહનો તરફ વળશે, જેના કારણે પ્રદૂષણ પણ વધશે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved