New Year 2025: નવું વર્ષ 2025 આવનાર છે. નવા વર્ષમાં દરેક આશા રાખે છે કે આવનારું નવું વર્ષ તેમના જીવનમાં ખુસીઓ લઈને આવે. નવું વર્ષ તેમાં જીવનમાં તરક્કી લઈને આવે, સાથે જ ઘરમાં સુખ-સમદ્ધિનો વાસ થાય. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષ માટે કેટલાક વિશેષ ઉપાયો જો કરવામાં આવે તો તમારા ઘરનું વતાવરણ પણ સકારાત્મક રહે છે અને આખા વર્ષ દરમિયાન ઘરમાં ધનનો સંગ્રહ થઈ શકે છે. આ ઉપાયો દ્વારા તમે પણ નવા વર્ષ પર માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો આવો જાણીએ આ ઉપાયો વિશે.
સૂક્તમ પાઠ
નવા વર્ષ પહેલા દિવસ વેદ અને મંત્રોના જાપ કરો. હિંદુ ધર્મ શાસ્ત્રો માં આવુ કરવું શુભ માનવામાં આવે છે. સૌથી શુભ ગાયત્રી મંત્ર અને લક્ષ્મી સૂક્તમ પાઠ કરવો જોઈએ. એવી માન્યતા છે કે સૂક્તમ પાઠ કરવાવાળા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. આખું વર્ષ માં લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ઘર ધન-ધાન્યથી ભરેલું રહે છે.
ઇષ્ટ દેવતાની પૂજા
નવા વર્ષના પહેલા દિવસે તમારા ઇષ્ટ દેવતા કે કુલ દેવતાની ખાસ પૂજા કરવી જોઈએ. હિન્દુઓની માન્યતા વર્ષના પ્રથમ દિવસે ઇષ્ટ દેવની પૂજા કરવાથી તેઓ વર્ષભર પ્રસન્ન રહે છે. આ ઉપરાંત માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે.

રંગોળી
હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં દરેક શુભ કાર્યના પ્રસંગે ઘર કે મંદિરના દરવાજા પાસે રંગોળી કરવાનું સવિશેષ મહત્ત્વ છે. નવા વર્ષના પહેલા દિવસે પણ રંગોળી બનાવવી જોઈએ. રંગોળી સાથે નવા વર્ષનું સ્વાગત કરવું શુભ છે. નવા વર્ષ પર ઘરના દરવાજા સાફ કરીને ત્યાં સુંદર રંગોળી બનાવવી જોઈએ.
દાન
નવા વર્ષના પહેલા દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું ખૂબ જ શુભ હોય છે. નવા વર્ષના પ્રથમ દિવસે પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ. પૈસા, અનાજ કે કપડાંનું દાન કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે નવા વર્ષના પ્રથમ દિવસે દાન કરવાથી આખા વર્ષ માટે લાભ થાય છે. નવા વર્ષના પ્રથમ દિવસે દાન કરવાથી આખા વર્ષ દરમિયાન ધનની અછત દૂર રહે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vadodaranewsnetwork.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)