અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી. વારંવાર હત્યા, દુષ્કર્મ, ચોરી, નશામાં ચૂર થઇને ગાડી હંકારવી સહિતની ઘટનાઓ બની રહી હતી. જેને લઇને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસ વિભાગના JCP, DCP, ACP, PI સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના જાહેર માર્ગો પર કોમ્બિંગ હાથ ધરાયું છે. ત્યારે ગઈકાલે એટલે કે, 19 ડિસેમ્બરની રાત્રે વસ્ત્રાપુરના અંધજન મંડળ બ્રિજના બંને છેડે અલગ અલગ પોલીસની બે ટીમો દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અંધજન મંડળના બ્રિજ પાસે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં 487 વાહનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં અધુરા દસ્તાવેજ, નંબર પ્લેટ વગરની ગાડી, લાયસન્સ-PUC સહિતના દસ્તાવેજનો અભાવ જોવા મળતા 143 વાહનો સામે કાર્યવાહી કરાઇ હતી. જે દરમિયાન 89,100 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. સાથે જ 54 વાહનો ડિટેઇન પણ કરવામા આવ્યા હતા અને 4 વાહનો માંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
ઈ સિગારેટ સાથે એક યુવક ઝડપાયો
આ ઉપરાંત પોલીસ ચેકિંગ દરમિયાન ઇલેક્ટ્રિક સિગારેટ વેપના જથ્થા સાથે એક યુવકને દબોચવામાં આવ્યો હતો. મોજશોખ માટે યુવકે ઈ-સિગારેટ વેપનો જથ્થો ઓનલાઇન મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે અલગ અલગ ફ્લેવરની 27 જેટલી ઈ-સિગારેટ સહિત 5.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ તેજ કરી છે.
- જાણો ઈ સિગારેટના નુકસાન
હાર્ટ માટે છે ખૂબ જ નુકસાનકારક
ઇ-સિગારેટ હ્રદય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ રહી છે. આ સતત તમારા ધબકારાને કમજોર બનાવી રહી છે. વેપિંગથી ફેફસાની બીમારી એન અસ્થમાનું જોખમ વધી રહ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે વેપિંગ કરવાથી ધામની સખ્ત બની શકે છે. જેમાં સ્ટ્રોકનું જોખમ વાહદી રહ્યું છે.
મગજ થશે કમજોર
વેપિંગ કરવાની અસર હ્રદયની સાથે મગર પર પણ ખૂબ ખરાબ અસર પડી રહી છે. એક્સપર્ટસ અનુસાર વેપિંગ કરવાથી મગજ પર આની ખરાબ અસર પડી રહી છે. વેપિંગની લતમાં પડેલા લોકોને મગજના તે ભાગોમાં નુકસાન થઈ રહ્યું છે જે ધ્યાન, સીખવા, મનોદશા અને ગુસ્સાને કંટ્રોલમાં રાખે છે. ત્યારે ઓછી ઉંમરના બાળકો પર તો આની ખાસ અસર પડે છે, કારણ કે આ ઉમરે મગર વિકસિત થતું હોય છે.
વેપિંગની લત જીવલેણ
વેપિંગની લત એક વાર પડી ગઈ તો અને છોડાવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ડૉક્ટરોનું માનવું છે એક વેપિંગથી દૂર રહેવું જે આનાથી બચાવનો શ્રેષ્ઠ ઉપાય છે. જણાવી દઈએ કે વેપિંગમાં રહેલું નિકોટિન એક એવી દવા હોય છે કે જેની લત ખૂબ સરળતાથી લાગી જાય છે પરંતુ આ જલ્દી છૂટતી નથી.
વેપિંગ કેન્સરનું કારણ બની રહી છે. ઇ-સિગારેટમાં રહેલા રસાયણ કેન્સરનું કારણ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈ-સિગારેટમાં મળતું ફોર્માલ્ડીહાઈડ એક પ્રકારનું કેમિકલ છે. આ રસાયણનો ઉપયોગ શબને સાચવવા માટે થાય છે.