વર્ષ 2025માં માર્ચ મહિનામાં હોળીના તહેવાર પર મીન રાશિમાં બુધ, શુક્ર, સૂર્ય અને રાહુનો મેળાવડો થશે જે ચતુર્ગ્રહી યોગ બનાવશે જેનો લાભ આ ત્રણ રાશિઓને નવા વર્ષમાં સૌથી વધુ થશે. વૈદિક કેલેન્ડર મુજબ રાહુ ગ્રહ પહેલેથી જ મીન રાશિમાં છે. આ સાથે 14 માર્ચે સૂર્ય આ રાશિમાં, 27 ફેબ્રુઆરીથી બુધ અને 28 જાન્યુઆરીથી શુક્ર હાજર રહેશે. આવી સ્થિતિમાં 27 ફેબ્રુઆરીએ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે અને 14 માર્ચે ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. હોળીના દિવસે શુભ યોગ બનવાને કારણે 3 રાશિના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કઈ છે આ 3 રાશિઓ.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલી નાખે છે, જે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. આ ફેરફારના લીધે કોઈને કોઈ ગ્રહનો સંયોગ થાય છે જે શુભ અને અશુભ યોગ બનાવે છે. આગામી 14મી માર્ચે ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. જે ચોક્કસપણે 12 રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરી શકે છે. હોળીના દિવસે ચતુર્ગ્રહી યોગ બનવાને કારણે કેટલીક રાશિના લોકોને ભારે લાભ મળી શકે છે.
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે ચતુર્ગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આ રાશિના લોકોને તેમના કરિયરમાં જબરદસ્ત લાભ મળી શકે છે. આ સમયમાં ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. નોકરીમાં પ્રમોશનની સાથે-સાથે કામની પ્રશંસા મળવાની પણ સંભાવના છે. નોકરીને કારણે તમારું સ્થાન બદલવાની તક પણ મળી શકે છે. દાંપત્ય જીવનમાં માત્ર સુખ જ આવવાનું છે. આ સાથે સંતાન થવાની શક્યતાઓ પણ છે.
મીન
આ રાશિના ઉર્ધ્વ ગૃહમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તેમની નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. તેની સાથે બૌદ્ધિક ક્ષમતા પણ વધશે, જેના કારણે ઘણા ક્ષેત્રોમાં સફળતા મળી શકશે. આ સાથે જ સૂર્યદેવની કૃપાથી નોકરી-ધંધામાં અપાર સફળતાની સાથે-સાથે જંગી આર્થિક લાભની પણ સંભાવના છે. નાણાકીય બાબતોમાં ઘણો ફાયદો થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.
મિથુન
મિથુન રાશિના લોકો માટે પણ ચતુર્ગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ કે પડકારોનો ઉકેલ આવશે. તણાવથી રાહત મળશે. જીવનમાં ખુશીઓ આવશે. દસમા ભાવમાં આ યોગ બનવાને કારણે આ રાશિના લોકોને સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની વિશેષ કૃપા મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં વિશેષ લાભ મળી શકે છે. નોકરીના કારણે ઘણી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ આનાથી ઘણો ફાયદો પણ થઈ શકે છે. સૂર્યદેવની કૃપાથી વેપારમાં પણ મોટો ફાયદો થઈ શકે છે.