Vadodara News Network

નો રોમાન્સ..આ OYO નથી’, રિક્ષા ડ્રાઇવરની પ્રેમી પંખીડાઓને કડક ટકોર, નોટિસનો ફોટો વાયરલ

તાજેતરમાં, OYOએ જાહેરાત કરી હતી કે તે અપરિણીત કપલ્સને રૂમ ભાડે નહીં આપે. આ સમાચારે અપરિણીત કપલ્સનનું દિલ તોડી નાખ્યું હશે અને હવે તેમની પાસે રોમાન્સ કરવાનો બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. એમાં હવે એક ઓટો ડ્રાઈવરે અપરિણીત કપલ્સની દુઃખતી રગ દબાવી છે. ઘણી વખત એવું જોવા મળે છે કે કપલ્સ ઓટો રિક્ષામાં પણ રોમાંસ કરવાની તક ચૂકતા નથી. એવામાં OYOની આ જાહેરાત પછી, એક ઓટો રિક્ષા ચાલકે અપરિણીત યુગલોને ચેતવણી આપી છે કે તેઓ તેમની રિક્ષામાં રોમાન્સ ન કરે. હવે આ ઓટો ડ્રાઈવરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક ઓટો ડ્રાઈવરની આ ચેતવણી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આમાં ઓટો ડ્રાઈવરે પોતાની રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે કેટલાક નિયમો જણાવ્યા છે. આ ચેતવણી કડક છે પણ ખૂબ રમુજી છે. એક યુઝરે તેના સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કર્યો છે, જેમાં ઓટોના પાછળના બોર્ડ પર એક મેસેજ લખેલો છે. સોશિયલ મીડિયા પર લોકો આ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મેસેજમાં શું લખ્યું છે?

મેસેજમાં રિક્ષા ચાલકે તેની રિક્ષામાં રોમાંસ કરવા સામે ચેતવણી આપી અને મુસાફરોને સન્માનજનક વ્યવહાર કરવા જણાવ્યું છે. મેસેજમાં લખ્યું છે – “ચેતવણી!! કોઈ રોમાંસ નથી. આ એક કેબ છે, તમારી અંગત જગ્યા કે OYO નહીં, તેથી કૃપા કરીને અંતર જાળવી રાખો અને શાંત રહો. માન આપો, માન લો. આભાર.” આ ચેતવણી ખૂબ જ કડક ભાષામાં લખવામાં આવી છે. લોકો આ પોસ્ટ પર પોતાનું રિએક્શન આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે તે યોગ્ય છે અને કેટલાક કહી રહ્યા છે કે તે ખોટું છે. ચાલો જાણીએ કે અપરિણીત યુગલોના રોમાંસ પર આ ઓટો ડ્રાઈવરની ચેતવણી પર લોકોની પ્રતિક્રિયાઓ શું છે.

સોશિયલ મીડિયા પર આવ્યા રિએક્શન

માહિતી મુજબ, પોસ્ટ શેર કરનાર યુઝરે એક હળવી કોમેન્ટ પણ કરી, જેમાં કહ્યું કે તેને આ નિયમો તોડવાની ચિંતા કરવાની જરૂર નથી. એક યુઝરે કોમેન્ટ કરી, “એ મજાનું છે કે ચેતવણી અપાતા પહેલા આ ઘટના કેટલી વાર થઈ હશે.” અન્ય લોકોએ OYO ની ચેતવણીની મજાક ઉડાવી. અપરિણીત કપલ્સના રોમાંસ વિરુદ્ધ રિક્ષા ચાલકની આ વાયરલ પોસ્ટ પર, એક યુઝરે લખ્યું કે, ‘આ ઓટોવાળા ભાઈને મારા તરફથી ખૂબ ખૂબ માન’. બીજા એક યુઝરે લખ્યું – “ડ્રાઈવરનું સન્માન કરો, સવારીનું સન્માન કરો, કોઈ હરકતો નહીં.” ત્રીજા યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે ઓટો ડ્રાઈવરે વાતને દિલ પર લીધી.’

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved