પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મળતી માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી સીધી ગંદા નાળામાં પડી હતી, ત્યારબાદ આ દુ:ખદ અકસ્માત થયો હતો. દુર્ઘટનાગ્રસ્ત બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા બસના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા.
બચાવ કામગીરી ચાલુ છે
એક ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીની બસ ભટિંડા-શાર્દુલગઢ લોકલ રૂટ પર દોડી રહી હતી. તે પુલ પરથી પડી જતાં અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માત કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ નથી. ભટિંડાના SSP અવનીત કોંડલ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. એસએસપી અવનીત કોંડલે જણાવ્યું કે તલવંડી સાબોના એસએચઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
આશંકા છે કે વરસાદ પડી રહ્યો હતો અને કદાચ બસની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો. જો કે અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અકસ્માતનો ભોગ બનેલી બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. 24 મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
તલવંડી સાબોના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બલજિંદર કૌરે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે સાંભળીને આઘાતમાં છે. બલજિન્દર કૌરે કહ્યું કે મેં ડીસી શૌકત અહેમદ પારે સાથે ફોન પર વાતચીત કરી હતી. લગભગ તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે સમગ્ર ઘટના કેવી સર્જાઇ તે હજી સુધી જાણી શકાયું નથી.