જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી હતી. આગાહી દિવસોની આગાહીને લઇ અંબાલાલે જણાવ્યું હતું કે ઉતરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે.
12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા
તેમના જણાવ્યા મુજબ 4 થી 8 જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી પડશે તેવી આગાહી કરી હતી. આ ઉપરાંત કચ્છ અને નલિયામાં ઠંડીનો પારો વધુ ઘટવાની શક્યતા છે. રાજકોટ અને જૂનાગઢના ભાગોમાં તાપમાન 12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા છે.
ઉત્તરાયણમાં હવામાનની સ્થિતી
ઉત્તરાયણના તહેવારને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે. જેમાં તહેવારના બે દિવસોમાં માવઠાની આગાહી તેઓએ કરી હતી. તેઓના કહ્યા મુજબ પૌષ મહિનાની આસપાસ ઉત્તરાયણ આવે છે. એટલે મકરસંક્રાંતિ સવાઈ આવે તો સારું કહેવાય. વદના બીજા દિવસે આવતી હોવાથી સારું રહે. મકરસંક્રાંતિ દિવસે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહેવાની શક્યતા છે.
ઠંડીથી બચવા શું કરવું ?
- ઠંડીથી બચવાના ઉપાય
- સવારે અને સાંજે ગરમ કપડાં પહેરો
- હૂંફાળું પાણી પીવો
- ફ્રીઝરમાં રાખેલું પાણી કે અન્ય વસ્તુઓનું બિલકુલ સેવન ન કરો
- બહારની ઠંડી વસ્તુ ખાવાનું ટાળો
- ઠંડી ઓછી થાય ત્યારે જ સવારે ચાલવા જાઓ
- સૂર્ય પ્રકાશ લેવો