Vadodara News Network

પહેલા જ દિવસે રોકાણકારોના રૂપિયા ડબલ, યુનિમેક એરોસ્પેસનું 90% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ

યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડનો IPO આજે 31 ડિસેમ્બર ના રોજ મંગળવારે શેરબજારમાં લિસ્ટ થયો હતો. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટેડ છે. યુનિમેક એરોસ્પેસનો શેર BSE પર રૂ. 1,491 પર લિસ્ટ થયો હતો, જે તેના રૂ. 785ની IPO કિંમત કરતાં 90% પ્રીમિયમ છે. તે જ સમયે, આ શેર NSE પર 86%ના પ્રીમિયમ સાથે રૂ. 1,460 પર લિસ્ટ થયા હતા. આ ઇશ્યૂને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

કેટલું મળ્યું સબસ્ક્રિપ્શન

યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડનો IPO 23 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 26 ડિસેમ્બરે બંધ થયો હતો. બિડિંગના છેલ્લા દિવસ સુધી IPO 174.93 વખત સબસ્ક્રાઇબ થયો હતો. NSEના ડેટા અનુસાર, રૂ. 500 કરોડના પ્રારંભિક શેર વેચાણમાં 47,04,028 શેરની ઓફર સામે 82,28,93,040 શેરની બિડ મળી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) ભાગ 317.63 વખત સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 263.40 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RII) કેટેગરીએ 56.16 ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું.

શું છે વિગત?

યુનિમેક એરોસ્પેસ એક એન્જિનિયરિંગ કંપની છે જે એરોસ્પેસ, ઉર્જા, રક્ષા અને સેમીકંડકટર ઉદ્યોગોના જટિલ નિર્માણમાં એક્સપર્ટ છે. IPOમાં રૂ. 250 કરોડ સુધીનો નવો ઈશ્યુ અને રૂ. 250 કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. આ ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 745-785 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved