દેશમાં 22 સપ્ટેમ્બરથી ઘણા ઘરેલુ સામાન પર GST દરોમાં ઘટાડો થવા જઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતાને રાહત મળશે. AC, ફ્રિજ, વોશિંગ મશીન, સાબુ અને શેમ્પૂ જેવા ઉત્પાદનો સસ્તા થશે. પરંતુ લોકોના મનમાં મોટો પ્રશ્ન એ છે કે શું પેટ્રોલ-ડીઝલને પણ GSTના દાયરા હેઠળ લાવવામાં આવશે?
આ મુદ્દે CBIC ના ચેરમેન સંજય અગ્રવાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાલ પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવું શક્ય નથી. કારણ કે આ બન્ને પર હાલ કેન્દ્ર સરકાર ઉત્પાદ શુલ્ક (Excise Duty) વસૂલે છે અને રાજ્યો માટે વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સૌથી મોટું આવકનું સ્ત્રોત છે. એટલે કે, ઘરેલુ બજેટમાં થોડું હળવાશ આવશે, પરંતુ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર હજી રાહતની શક્યતા નથી.
પેટ્રોલ-ડીઝલ પર લાગતા કરનો સીધો અસર માત્ર ગ્રાહકો પર જ નથી થતો, પરંતુ ઘણા રાજ્યો માટે તે તેમની કુલ આવકનો અંદાજે 25 થી 30 ટકા હિસ્સો બને છે. જો આ ઉત્પાદનોને GSTમાં સામેલ કરવામાં આવશે તો રાજ્યોને મોટું આવકનું નુકસાન થશે. એ કારણે હાલ સરકારો એ દિશામાં આગળ વધવા તૈયાર નથી.
