MS University: પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટના અભાવથી સાંજ બાદ વિદ્યાર્થી રમી શકતા નથી. આ સાથે બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખોના મેદાનમાં લાઇટ ન હોવાથી અંધારું થતા ગ્રાઉન્ડ પરથી વિદ્યાર્થીઓને કાઢી મૂકાય છે
MS University : વડોદરામાં MS.યુનિ.ના સત્તાધીશોની વધુ એક લાલીયાવાડી સામે આવી છે. MS યુનિવર્સિટી પાસે 40 હજાર વિદ્યાર્થી માટે રમતગમતનું પેવેલીયન ગ્રાઉન્ડ છે. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટના અભાવથી સાંજ બાદ વિદ્યાર્થી રમી શકતા નથી. આ સાથે બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખોના મેદાનમાં લાઇટ ન હોવાથી અંધારું થતા ગ્રાઉન્ડ પરથી વિદ્યાર્થીઓને કાઢી મૂકાય છે. જેથી હવે લોન ટેનિસની લાઇટના પ્રકાશમાં વોલીબોલ રમવા ખેલાડીઓ મજબૂર બન્યા છે.
MS યુનિવર્સિટીમાં 40 હજાર વિદ્યાર્થી માટે રમતગમતના પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટ ન હોવાનો વિવાદ સામે આવ્યો છે. જેને લઈ ફીઝીકલ એજયુકેશન ડાયરેકટર હરજીત કૌરનું કહેવું છે કે, 6.30 વાગ્યે વિભાગ બંધ થયા પછી રમવાની પરવાનગી આપવામાં આવતી નથી.