Vadodara News Network

પ્લેનના મુસાફરોને મોંઘવારીનો કરંટ! ફ્લાઈટની ટિકિટના ભાવમાં આટલા રૂપિયાનો વધારો

Delhi IGI Airport : જો તમે પણ વારંવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. એ દિવસ દૂર નથી જ્યારે દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ લેવી મોંઘી બનશે. વાસ્તવમાં દિલ્હી એરપોર્ટ પર પ્રસ્તાવિત ફી વધારાને કારણે મુસાફરો માટે સ્થાનિક હવાઈ ભાડામાં દોઢથી બે ટકાનો વધારો થશે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) જે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGIA)નું સંચાલન કરે છે તેમણે ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ કેટેગરી અને પીક અને નોન-પીક અવર્સ માટે અલગ અલગ વપરાશકર્તા શુલ્કનો પ્રસ્તાવ મૂક્યો છે.

દર વર્ષે લગભગ 10.9 કરોડ મુસાફરો આ એરપોર્ટ પરથી મુસાફરી કરે છે. DIALના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિદેહ કુમાર જયપુરિયારે જણાવ્યું હતું કે, ઊંચા ફીને મંજૂરી મળ્યા પછી પ્રતિ પેસેન્જર આવક (YPP) વર્તમાન રૂ.145થી વધીને રૂ.370 થશે. YPPમાં એરલાઇન અને પેસેન્જર ચાર્જનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવિત વધારો 2006 માં GMR ગ્રુપના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ DIAL એ એરપોર્ટનો કબજો મેળવ્યો હતો તેના સ્તર કરતાં લગભગ 140 ટકા છે.

શું કહ્યું DIALના CEOએ ?

સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતા જયપુરિયારે કહ્યું, AERA દ્વારા સૂચવ્યા મુજબ 370 રૂપિયામાંથી લગભગ 30 ટકા એરલાઇન ચાર્જ માટે અને 70 ટકા પેસેન્જર ચાર્જ માટે હોવા જોઈએ. હાલમાં તે 68 ટકા એરલાઇન ચાર્જ અને 32 ટકા પેસેન્જર ચાર્જ છે. તેમણે કહ્યું કે, ઊંચા ચાર્જ સાથે સ્થાનિક ભાડામાં મહત્તમ વધારો સરેરાશ 1.5 થી 2 ટકા રહેશે અને આંતરરાષ્ટ્રીય ભાડામાં વધારો એક ટકા કરતા ઓછો હશે. એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA)ને સુપરત કરાયેલ ફી દરખાસ્ત અંગે પરામર્શ ચાલુ છે. આ દરખાસ્ત 1 એપ્રિલ, 2024 થી 31 માર્ચ, 2029 સુધીના સમયગાળા માટે છે. હાલમાં યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) પ્રતિ મુસાફર લગભગ રૂ. 77 છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved