Vadodara News Network

ફૂટબોલ મેચ દરમિયાન હિંસા, 100ના મોત:બંને ટીમના ફેન્સ વચ્ચે મારામારી થઈ, પોલીસ સ્ટેશન પણ બાળીને ખાક કર્યું; સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

પશ્ચિમી આફ્રિકી દેશ ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ છે. અહીં ફેન્સની એકબીજા સાથે મારામારી થઈ ગઈ, જેમાં 100થી વધારે લોકોનાં મોત થયાં છે. સ્થાનિક હોસ્પિટલનાં સૂત્રોએ આ ઘટનાને લઈને એએફપીને જણાવ્યું કે રવિવારે ગિનીના બીજા સૌથી મોટા શહેર એન’જેરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સની વચ્ચે મારપીટમાં ડઝનેક લોકોનાં મોત થયા છે. એક ડોક્ટરે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, હોસ્પિટલમાં જ્યાં નજર પડી રહી હતી, ત્યાં સુધી મૃતદેહો જ જોવા મળતા હતા. અનેક મૃતદેહો જમીન પર પડેલા હતા, શબઘર આખું ભરેલું હતું.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો સોશિયલ મીડિયા પર આ હિંસાના અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રસ્તા પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રત્યેક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, ગુસ્સામાં આવેલા પ્રદર્શનકારીઓએ એન’જેરેકોર પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી અને આગ લગાવી દીધી હતી.

આ કારણે હિંસા થઈ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, હિંસા મેચ રેફરી તરફથી એક વિવાદિત નિર્ણય લીધા બાદ શરૂ થઈ છે. તે પછી ફેન્સ ભડકી ગયા અને પણ ખૂબ જ હિંસા થઈ. સ્થાનિક મીડિયા પ્રમાણે આ મેચ ગિનીના જુંટા નેતા મમાદી ડૌંબૌયાના સન્માનમાં આયોજિત એક ટુર્નામેન્ટનો ભાગ હતી.

પ્રત્યેક્ષદર્શીએ જણાવી સંપૂર્ણ કહાની એક પ્રત્યેક્ષદર્શીએ જણાવ્યું, આ હિંસા મેચ રેફરી દ્વારા એક વિવાદિત નિર્ણય સાથે શરૂ થઈ. તે પછી ફેન્સે પીચ પર હુમલો કરી દીધો. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ મેચ ગિનીના જુંટા નેતા મમાદી ડૌંબૌયાના સન્માનમાં આયોજિત એક ટુર્નામેન્ટનો ભાગ હતી. 2021ના બળવામાં ડૌમ્બુયાએ સત્તા કબજે કરી હતી અને પોતાને રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા હતા. પશ્ચિંમ આફ્રિકી દેશમાં આ પ્રકારની ટુર્નામેન્ટ સામાન્ય થઈ ગઇ છે. ડૌંબૌયાની નજર આવતા વર્ષે થનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લડવા અને રાજકીય જોડાણ રચવા પર છે.

ડૌંબૌયાએ રાષ્ટ્રપિતને બળપૂર્વક હટાવ્યા હતા ડૌંબૌયાએ સપ્ટેમ્બર 2021માં રાષ્ટ્રપતિ અલ્ફા કોંડેને હટાવીને બળપૂર્વક સત્તા પર કબજો કરી લીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે અલ્ફાએ જ ડૌંબૌયાને કર્નલના પદ પર રાખ્યા હતા જેથી તેઓ આ પ્રકારના બળવાથી રાજ્ય અને તેની રક્ષા કરવાનું કામ કરે. તે પછી આંતરરાષ્ટ્રીય દબાણમાં ડૌંબૌયાએ 2024ના અંત સુધી એક નાગરિક સરકારને સત્તા પાછી સોંપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વચન પાળશે નહીં.

ડૌંબૌયાએ સત્તા પર કબજો કર્યો લશ્કરી નેતાએ અસામાન્ય રીતે જાન્યુઆરીમાં પોતાને લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર બઢતી આપી હતી અને ગયા મહિને તેમણે પોતાને આર્મી જનરલના હોદ્દા પર બઢતી આપી હતી. ડૌંબૌયા તાજેતરમાં ઘણા વિપક્ષી નેતાઓ અટકાયતમાં રાખ્યા છે, તેમને કોર્ટમાં કેસ ચલાવવામાં, અથવા તેમને દેશનિકાલ કરવાની ફરજ પડી. આમ હોવા છતાં, ડૌંબૌયાના સમર્થકોએ તાજેતરમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારી માટે તેમનો ટેકો વ્યક્ત કર્યો છે. તેમના નોંધપાત્ર કુદરતી સંસાધનો હોવા છતાં ગિની એક ગરીબ રાષ્ટ્ર છે. તે દાયકાઓથી સરમુખત્યારશાહી સરકારો દ્વારા શાસન કરે છે. માલી, બુર્કિના ફાસો અને નાઇજરમાં સાથી લશ્કરી નેતાઓ સાથે 2020થી પશ્ચિમ આફ્રિકામાં સત્તા કબજે કરનારા કેટલાક અધિકારીઓમાંના એક ડૌંબૌયા છે. ગિનીના દક્ષિણ-પૂર્વમાં, જ્યાં મારપીટ થઈ, ત્યાં લગભગ 200,000 લોકોની વસ્તી છે.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved