વડોદરા મહાનગરપાલિકાનું 2025-26નું રૂ.6200 કરોડનું બજેટ મ્યુનિ. કમિશનરે રજૂ કરી રૂ.50 કરોડનો સફાઈ વેરો ઝિંક્યો છે. જોકે તેની સાથે 113 લાગતોમાં સીધો-આડકતરો વધારો કરી રૂ.6 કરોડ વસુલાશે. પાણીના પ્રેશર અને ગંદા પાણીની ફરિયાદો વચ્ચે પાણીનું ટેન્કર મંગાવનારે હવે રૂ.300ની જગ્યાએ રૂ.500 ચૂકવવા પડશે.
મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ રજૂ કરેલા બજેટ સાથે 113 લાગતોમાં વધારો કરી વધુ ~6 કરોડનો ભાર પાડ્યો છે. શહેરીજનોને પ્રસંગમાં ઉપયોગી અતિથિગૃહોના ભાડા અને ડિપોઝિટમાં વધારો સૂચવ્યો છે. રિનોવેશન કરાયેલા નિઝામપુરા અતિથિગૃહ અને લોન સાથે રૂ.12,000 ભાડું અને રૂ.20,000 ડિપોઝિટ છે. બંનેમાં રૂ.15,000નો વધારો સૂચવ્યો છે. ઇન્દ્રપુરી અતિથિ ગૃહ લોન સાથેના રૂ.10,000ના ભાડામાં રૂ.~2,000 વધાર્યા છે. દિપક ઓપન એર થિયેટર અતિથિગૃહનું ભાડું રૂ.15000, ડિપોઝીટ રૂ.30,000 છે.
શહેરમાં પાણી ઓછા પ્રેશરથી અને ગંદુ આવતાં નાગરિકો પાણીના ટેન્કર મંગાવે છે. જોકે રહેઠાણ માટે ટેન્કર રૂ.300ની જગ્યા હવે રૂ.500 ખર્ચવા પડશે. ધાર્મિક સંસ્થાઓ અને સરકારી હોસ્પિટલમાં પણ ટેન્કરનો ભાવ રૂ.100થી રૂ.200 સૂચવ્યો છે. કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ગંદકી કરે તો રૂ.50નો દંડ હતો જે વધારી રૂ.500 સૂચવાયો છે. નિમેટા ગાર્ડનની ફી રૂ.10થી વધારી રૂ.15 કરાઇ છે.
કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ગંદકી કરવા બદલ રૂ. 500 | ||
લાગતનું નામ | જૂના દર | મ્યુ.કમિશનરનું સૂચન |
પાણીનું ટેન્કર ચાર્જ રહેણાંક | રૂ.300 | રૂ.500 |
આગ અકસ્માત સમયે પાણીનું ટેન્કર | રૂ.3,500 | રૂ.5,000 |
રસ્તા તોડવા બદલની લાગત(રહેણાંક) (પ્રતિ ચો.મી) | રૂ.3,500 | રૂ.5,000 |
રસ્તા તોડવા બદલની લાગત(બિન રહેણાંક) (પ્રતિ ચો.મી) | રૂ.5,000 | રૂ.7,500 |
સાયજીબાગ પ્રાણીસંગ્રહાલય ગંદકી દંડ | રૂ.50 | રૂ.500 |
અતિથિગૃહ નિઝામપુરા(ભાડું) | રૂ.12,000 | રૂ.27,000 |
અતિથિગૃહ નિઝામપુરા(ડિપોઝીટ) | રૂ.27,000 | રૂ.35,000 |
અતિથિગૃહ ઇન્દ્રપુરી(ભાડું) | રૂ.10,000 | રૂ.12,000 |
પાણી કનેક્શન પાકી ચરી ખોદાણ પ્રતિ ચો.મી | રૂ.4,000 | રૂ.5,000 |
પાણી કનેક્શન રહેણાંક 1/2 પ્રતિ ચો.મી | રૂ.800 | રૂ.1,000 |
પાણી કનેક્શન બિન રહેણાંક 1/2 પ્રતિ ચો.મી | રૂ.2,500 | રૂ.3,000 |
ટાઉનહોલ સર સયાજીરાવ નગરગૃહ (ભાડું) | રૂ.3,000 | રૂ.3,500 |
ટાઉન હોલ દિન દયાળ ઉપાધ્યાય નગરગૃહ(ભાડું) | રૂ.3,000 | રૂ.3,500 |
અતિથિગૃહ દિપક ઓપન થિયેટર(ભાડું) | 0 | રૂ.15,000 |
અતિથિગૃહ દિપક ઓપન થિયેટર(ડિપોઝીટ) | 0 | રૂ.30,000 |
સયાજીબાગ અતિથિગૃહ ડિપોઝીટ | રૂ.7,500 | રૂ.10,000 |
કમાટીબાગ એમપી થિયેટર ભાડું | રૂ.2,500 | રૂ.3,000 |
રજા ચિઠ્ઠી રીન્યુઅલ ચાર્જ પ્રતિ વર્ષ (રહણાંક) | રૂ.3,500 | રૂ.4,000 |
રજા ચિઠ્ઠી રીન્યુઅલ ચાર્જ પ્રતિ વર્ષ (બિનરહેણાંક) | રૂ.25,000 | રૂ.27,500 |
પાલિકાની લેબમાં બધા જ ટેસ્ટ મફત કરવાનું સૂચન પાલિકાની પેથોલોજીકલ લેબોરેટરીમાં નમૂનાની તપાસ કરાવવાનો ખર્ચ હવે ન લેવાય તેવું સૂચન કરાયું છે. અગાઉ લોહીના નમુના, પ્લેટલેટ્સ, બ્લડ ગ્રુપ સીબીસી, પ્રોટીન, આલ્કાઇન ફોસ્ફેટ, યુરિક એસિડ, બ્લડ સુગર, કેલ્શિયમ, ડિહાઇડ્રેશન, લીવર ફંકશન ટેસ્ટ, એસજીપીટી, એસજીઓટી, કરોડરજ્જુના પાણીની ફી, સિમેન્સ એનાલિસિસ, ઝાડા પેશાબની તપાસ, લોહી તપાસ નમુના દર્દી ઘેરથી લેવાની વિઝીટ તથા એક્સ-રેની લાગત, દાંતનો એક્સરે, શરીરના ઇત્તર ભાગની તપાસ માટે 50થી 120 સુધીનો ચાર્જ લેવાતો હતો.