Vadodara News Network

બિટકોઇનમાં રેકોર્ડબ્રેક ઉછાળો, ઇતિહાસમાં પહેલી વાર કિંમત પહોંચી 1 લાખને ડોલરને પાર..

Bitcoin Price : બિટકોઇનને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઇતિહાસમાં પહેલી વાર બિટકોઇનની કિંમત 1 લાખને ડોલરને પાર પહોંચી છે. નોંધનિય છે કે, જુલાઈના અંતિમ દિવસોમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ નેશવિલ બિટકોઈન કોન્ફરન્સમાં પહોંચ્યા ત્યારે તેમણે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ સત્તામાં આવશે ત્યારે અમેરિકાને વિશ્વની ક્રિપ્ટો કેપિટલ બનાવશે. તે દિવસે બિટકોઈનના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો અને કિંમત 67 હજાર ડોલરની નજીક હતી. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં અથવા તેના બદલે જ્યારે અમેરિકન ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા ત્યારે બિટકોઇનની કિંમત 67 થી 68 હજાર ડોલરની વચ્ચે હતી. પરંતુ નૅશવિલે કોન્ફરન્સ દરમિયાન કે અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી એવો અંદાજ નહોતો કે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત આટલી જલ્દી એક લાખ ડોલરને પાર કરી જશે. 5 નવેમ્બરથી બિટકોઈનની કિંમતમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

 

Coinmarket ડેટા અનુસાર Bitcoin ની કિંમત 7 ટકાથી વધુના વધારા સાથે $102,656.65 પર ટ્રેડ થઈ રહી છે. ટ્રેડિંગ સેશન દરમિયાન બિટકોઈનના ભાવ પણ $103,900.47 સુધી પહોંચી ગયા. ભાવમાં જે પ્રકારનો વધારો જોવા મળી રહ્યો છે તેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ભાવ હજુ પણ વધી શકે છે. જોકે છેલ્લા 24 કલાકમાં બિટકોઈનની કિંમત પણ $94,660.52ના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, બિટકોઈનની કિંમત ટૂંક સમયમાં $1.25 લાખ સુધી પહોંચી શકે છે. એવો અંદાજ છે કે, 20 જાન્યુઆરી, 2025 પછી બિટકોઇન આ આંકડાને સ્પર્શી શકે છે. ત્યાં સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે અને ક્રિપ્ટોકરન્સી અને તેના બજાર અંગે કેટલીક હકારાત્મક જાહેરાતો થઈ શકે છે.

 

એક મહિનામાં 50 ટકાનો વધારો

 

મહત્વનું છે કે, જ્યારથી અમેરિકી ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારથી વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. આનો અર્થ એ થયો કે, બિટકોઈનની કિંમતમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો બિટકોઈન રોકાણકારોને 8 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં Bitcoin એ રોકાણકારોને 145 ટકાથી વધુ કમાણી કરી છે. નિષ્ણાતોનું માનીએ તો વર્ષના અંત સુધીમાં આ કમાણીનો આંકડો વધતો જોવા મળશે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved