Bitcoin: ક્રિપ્ટોની દુનિયા એવી છે કે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે. હજુ 24 કલાક પહેલા જ ક્રિપ્ટોકરન્સીનો માહોલ કઈક અલગ જ દેખાતો હતો. જો કે હાલ માત્ર 24 કલાકમા જ કિપ્ટોકરન્સીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બિટકોઈનમાં એવો કડાકો બોલ્યો કે રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
રોકાણકારોમાં હાહાકાર મચી જવા પામ્યો
બિટકોઈનમાં મોટો કડાકો બોલી ગયો છે. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ ડૉલરને પાર કરવાની બડાઈ મારતો બિટકોઈન હવે 24 કલાકમાં જ 11 ટકાથી ટકા જેટલો નીચે ગગડી ગયો છે.
10 લાખ રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એવી રીતે પડી ગઈ કે 24 કલાકમાં 11,900 ડોલર એટલે કે 10 લાખ રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. સવારે 8:45 વાગ્યે બિટકોઈનના ભાવમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી માટે કેવા પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે.
બિટકોઈન 10 લાખ રૂપિયાથી વધુ સસ્તા થયો
કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, બુધવારે બિટકોઈનની કિંમત 1,03,900.47 ડૉલરની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. જે બાદ ક્રિપ્ટોકરન્સી માર્કેટે યુ-ટર્ન લીધો હતો. છેલ્લા 24 કલાકમાં, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીની કિંમત 91,998.78 ડૉલર પર પહોંચી ગઈ છે. આનો અર્થ એ થયો કે બિટકોઈનની કિંમતમાં 11 ટકાથી વધુ એટલે કે 11,901.69 ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. જો આપણે ભારતીય રૂપિયામાં આ ઘટાડો જોઈએ તો તે 10,08,021.53 રૂપિયા છે. જે મોટી રકમ હોવાનું કહેવાય છે.