Vadodara News Network

બુધવાર સુધીમાં જાહેર થઇ જશે PMJAY યોજનાની નવી SOP, લેભાગુ તબીબો વિરૂદ્ધ એક્શનની તૈયારી

ખ્યાતિ હોસ્પિટકાંડ બાદ આરોગ્યમંત્રી એલર્ટ મોડમાં જોવા મળ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે સરકારે PM-JAY યોજનાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. સરકાર આગામી દિવસોમાં નવા નિયમો સાથે નવી માર્ગદર્શિકા જાહેર કરશે. નવા નિયમો મુજબ હવેથી એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની સર્જરીના વીડિયો મોકલવા પડશે. સાથે જ યોજના માટે એક નવું પોર્ટલ તૈયાર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતુ.

.

PMJAY યોજના

 

ત્યારે તાજેતરમાં વધુ મળતી માહિતી મુજબ હવે PMJAY યોજનાની નવી એસઓપી અંતિમ તબક્કામાં આવી ગઇ છે. જેને લઇ આગામી ટૂંક સમયમાં નવી એસઓપી જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બુધવાર સુધીમાં નવી એસઓપી જાહેર થશે. જેમા હદય, કિડની, બાળરોગ અને કેન્સરની સારવાર માટે નવી એસઓપી જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પીએમજય હેઠળની અન્ય સારવાર માટે પણ તબક્કાવાર એસઓપી જાહેર કરવામાં આવશે

.

આરોગ્ય અધિકારીએ લેવી પડશે મુલાકાત

 

જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ PM-JAY યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં લેવાયેલ નિર્ણયમાં PM-JAY યોજના હેઠળ આવતી હોસ્પિટલની સમયાંતરે મુલાકાત લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સ્ટેન્ટ, ઈમ્પ્લાન્ટ્સની ગુણવત્તાની તપાસણી માટે વ્યવસ્થા ગોઠવાશે. આરોગ્ય અધિકારીએ એક મહિનામાં ઓછામાં ઓછી બે હોસ્પિટલની મુલાકાત લેવી પડશે. પહેલા માત્ર ફોનથી જ યોજના હેઠળ સર્જરીની મંજૂરી આપી દેવાતી હતી. પરંતુ નવા નિયમો પ્રમાણે હવેથી માત્ર ફોનથી જ યોજના હેઠળ સર્જરીની મંજૂરી આપવામાં નહીં આવે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved