મહારાષ્ટ્રમાં HMPV વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. નાગપુરના સુબામાં 2 બાળકોના HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નાગપુર શહેરના રામદાસપેઠ સ્થિત એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બેબ આલ્કોને ખસની અને તાવના માટે ઈલાજ કરાવવા હોસ્પિટલ લવવામાં આવ્યા હતા જય એક 7 વર્ષીય બાળક અને 14 વર્ષીય બાળકીના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે. આ બંને બાળકોને ખાંસી અને તાવની બીમારી હતી. આ સાથે હવે દેશમાં કુલ HMPV વાયરસના 8 કેસ થઈ ગયા છે.
મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ વાયરસને લઈને એલર્ટ મોડ પર છે. ખાંસી, તાવ અને અન્ય રોગોથી પીડિત દર્દીઓએ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. સરકારે લોકોને ગભરાવવાની અપીલ કરી છે.
આ સાથે HMPVના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ થઈ ગયા છે જેમાં અમદાવાદ, કર્ણાટક, બેંગલુરુ, પ.બંગાળ અને હવે નાગપુરનો સમાવેશ થાય છે . દેશમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ HMPV વાયરસના નોંધાયા છે.
HMPV વાયરસના લક્ષણો
- બાળકો અને વૃદ્ધો આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.
- આમાં, શ્વસન અને ફેફસાની નળીઓમાં ચેપ થાય છે, જેના કારણે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
- આ સિવાય ગળામાં દુખાવો, માથાનો દુખાવો, ઉધરસ, તાવ, શરદી અને થાક પણ છે.
આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ
- કોઈપણ ચેપગ્રસ્ત વ્યક્તિથી દૂર રહેવું અથવા માસ્કનો ઉપયોગ કરવો વધુ સારું છે.
- સાબુથી નિયમિતપણે તમારા હાથ ધોવા. ઉધરસ ખાતી વખતે કે છીંકતી વખતે મોં ઢાંકો.
- તમારી કોણીના આવરણ હેઠળ અન્ય લોકોથી દૂર જઇને ઉધરસ કે છીંક ખાઓ,
- ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આડે હાથ રાખ્યો હોય તો હાથ તુરંત સેનેટાઇઝ કરો
મેટાન્યુમો વાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો
- મેટાન્યુમો વાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
- વર્ષ 2001થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
- આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do’s) ?
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો