નવી દિલ્હીઃ ભારતમાં રોજના લગભગ 2થી અઢી કરોડ યાત્રીઓ રેલવેથી સફર કરે છે, એટલા માટે ટ્રેન એક પ્રકારે દેશની લાઈફ લાઈન છે. યાત્રીઓના સુખદ સફર માટે રેલવે ઘણી વ્યવસ્થાઓ કરે છે, સાથે જ યાત્રીઓ પાસે પણ વ્યવસ્થા જાળવવાની આશા કરે છે. શું તમે જાણો છે કે, ટ્રેનમાં કેટલું લગેજ લઈ જવાની આશા છે. હંમેશા, યાત્રીકો કરતા તેમના સામાનની સંખ્યા વધારે હોય છે, એટલા માટે રેલવેએ લગેજ લિમિટ નક્કી કરી છે. પરંતુ, મોટાભાગના યાત્રીઓ હજુ પણ આ લિમિટથી અજાણ છે અને નક્કી મર્યાદાથી વધારે લગેજ લઈને જતા રહે છે.
– ટ્રેનમાં તમે તમારી સાથે 40થી લઈને 70 કિલો સુધીનો વજન સાથે લઈ જઈ શકો છો. જો કે, કોચની કેટેગરીના આધાર પર તે નક્કી કરવામાં આવે છે કે, યાત્રી કઈ શ્રેણીમાં કેટલું લગેજ લઈ જઈ શકે છે.
– જો તમે સ્લીપર ક્લાસમાં ટ્રાવેલ કરી રહ્યા છો, તે રેલવેના નિયમો પ્રમાણે, 40 કિલો સુધી લગેજ સાથે લઈ જઈ શકો છો. પરંતુ, જો તમે નક્કી મર્યાદાથી વધારે સામાન લઈને સફર કરી રહ્યા હોવ તો તમારા પર દંડ લાગી શકે છે.
– જો તમે ટ્રેનના થર્ડ એસીમાં સફર કરો છો, તો રેલવેના નિયમો અનુસાર, 40 કિલો સુધીનું લગેજ સાથે લઈ જઈ શકો છો. જ્યારે એસીમાં આ મર્યાદા 50 કિલો નક્કી કરવામાં આવી છે.
– આ ઉપરાંત, જો તમે ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં સફર કરો છો, તો તમારી સાથે 70 કિલો સુધીનો વજન સાથે લઈ જઈ શકો છો. જો તમે તેનાથી વધારે સામાન લઈને ટ્રેનમાં સફર કરવા માંગો છો, તો તેના માટે તમારે લેગજ વેન બુક કરાવવી પડશે.