Malaika Arora Post : બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મલાઈકા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. મલાઈકા અને અર્જુન કપૂરનું થોડા મહિના પહેલા બ્રેકઅપ થઈ ગયું હતું. આ દિવસોમાં મલાઈકા અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. અર્જુન સાથેના બ્રેકઅપ પછી તે હવે ખુદને સંભાળવા અને આગળ વધવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. હવે આ દરમિયાન અભિનેત્રીએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે જે ખૂબ ચર્ચામાં છે. આ પોસ્ટ જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, શું મલાઈકા અને અર્જુનના બ્રેકઅપનું કારણ આ છે ?
મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોઈને મલાઈકાના ફેન્સ થોડા કન્ફ્યુઝ થઈ રહ્યા છે. મલાઈકાએ પોતાના ઈન્સ્ટા સ્ટોર પર લખ્યું, ‘પ્રયત્ન પ્રેમનો ઓક્સિજન છે, તેના વિના આગ ઓલાઈ જાય છે.’ આ પોસ્ટમાં મલાઈકા પ્રેમમાં ઓક્સિજન સમાપ્ત થતાં જ પ્રેમના અંત વિશે વાત કરી રહી છે. આવી સ્થિતિમાં આ પોસ્ટ જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, મલાઈકાના બ્રેકઅપનું આ કારણ હોઈ શકે છે. આ સિવાય અભિનેત્રીએ બીજી એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘ તેમની મર્યાદા તમારે મર્યાદિત ન કરવી જોઈએ.’
લાંબા સમય એકબીજાને કરતાં હતા ડેટ
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેમનો સંબંધ 2019ની શરૂઆતમાં શરૂ થયો હતો. આવી સ્થિતિમાં બંનેના બ્રેકઅપે ફેન્સને ખૂબ જ નિરાશ કર્યા હતા. જોકે બ્રેકઅપ બાદ પણ અર્જુન તેના પિતાના નિધન સમયે મલાઈકા સાથે ઉભો જોવા મળ્યો હતો.