આજકાલ આપણે બધા જ આપની બધી રકમ માત્ર બેન્કમાં રાખી છીએ, પણ અમુક સંજોગોમાં જો તે બેન્ક નાદારી નોંધાવે તો આપણા પૈસાનું શું એ પ્રશ્ન થાય તો સરકારે આ માટે નિયમો બનાવ્યા છે જે દરેક બેન્કને લાગુ પડે છે અને દરેક ખાતાને તેની અલગ વીમા મર્યાદા મુજબ લાગુ પડે છે એટલે કે જો તમારા પૈસા અલગ-અલગ બેંકોમાં છે, તો તમે દરેક બેંકમાં 5 લાખ રૂપિયાની મર્યાદા સુધી પૈસા બચાવી શકશો. એટલે કે આટલા પૈસા સુરક્ષિત રહેશે.
જો તમારા પૈસા પણ આવી કોઈ સ્થિતમાં ફસાઈ જાય છે તો ચિંતા કરશો નહીં કારણ કે તમારા મોટાભાગના પૈસા RBIની સબસિડિયરી DICGC હેઠળ સુરક્ષિત છે. ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તમારી પાસે બેંકમાં રહેલી લગભગ તમામ પ્રકારની થાપણોને આવરી લે છે, જેમાં બચત, ફિક્સ્ડ, વર્તમાન અને રિકરિંગ ડિપોઝિટનો સમાવેશ થાય છે.
- દરેક ખાતેદારને બેંક દીઠ ₹5 લાખ સુધીનો વીમો આપવામાં આવે છે. આ મર્યાદા એક જ બેન્કમાં રહેલા તમારા તમામ ખાતાઓમાં રાખવામાં આવેલી કુલ રકમને લાગુ પડે છે.
- જો તમારી પાસે એક જ બેંકમાં એક કરતાં વધુ ખાતા (જેમ કે બચત ખાતું અને FD) હોય, તો પણ કુલ વીમા કવર 5 લાખ રૂપિયા સુધી મર્યાદિત છે.
- રૂ. 5 લાખ મુદ્દલ અને વ્યાજ બંનેને આવરી લે છે. જો તમારું કુલ બેલેન્સ રૂ. 5 લાખથી વધુ છે, તો બેન્કના નાદારીના કેસમાં તમને માત્ર રૂ. 5 લાખ પરત કરવામાં આવશે અને બાકીની રકમ લિક્વિડેશન પ્રક્રિયા પર નિર્ભર રહેશે.
- જો તમારી પાસે જુદી જુદી બેંકોમાં ખાતા હોય, તો વીમા મર્યાદા દરેક ખાતાને અલગથી લાગુ પડે છે. એટલે કે, જો તમારા પૈસા અલગ-અલગ બેંકોમાં છે, તો તમે દરેક બેંકમાં 5 લાખ રૂપિયાની મર્યાદા સુધી પૈસા બચાવી શકશો. એટલે કે આટલા પૈસા સુરક્ષિત રહેશે.
DIGC નીચેના કેસમાં સુરક્ષા આપતું નથી
- વિદેશી સરકારોની થાપણો
- કેન્દ્ર/રાજ્ય સરકારોની થાપણો
- આંતર-બેંક વ્યવહાર દ્વારા જમા
- સહકારી બેંકોમાં થાપણો
- ભારત બહાર કાર્યરત બેંકોમાં થાપણો