કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનાર ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ મેચોમાં વિવિધ ટીમો ભાગ લેશે. ત્યારે ભારતીય ટીમના વિશ્વ વિખ્યાત પૂર્વ ક્રિકેટર સચીન તેન્દુલકરની આગેવાનીમાં વડોદરા પહોંચી હતી.સચીન એક વિશેષ કારમાં હોટલ પહોંચ્યો હતો જયારે બાકીની ટીમ બસમાં પહોંચી હતી.સચીન અને ભારતીય ટીમને જોવા 100 ચાહકો એરપોર્ટ પર પહોંચ્યા હતા, આઈએમએલ 28 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન યોજાશે. સચીન તેન્દુલકર 15 વર્ષ પછી વડોદરામાં પગ મુકયો હતો.
કોટંબીમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચેની મેચથી વડોદરામાં સ્પર્ધાનો પ્રારંભ થશે.ભારતીય ટીમ વડોદરામાં પ્રથમ મેચ 1લી માર્ચના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન તેમની ટીમોનું નેતૃત્વ કરશે, વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડીઓ મેદાન પર ફરી એકશનમાં જોવા મળશે. સિરીઝની છ મેચો કોટંબી સ્ટેડિયમમાં રમાશે.
માસ્ટર્સ લીગમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર તેમનો જાદુ પાથરશે. સ્ટેટીશીયન કાંતીભાઈ સુથાર જણાવે છે કે, સચીન તેંડૂલકર છેલ્લે 25-10-2009ના રોજ વન-ડે ઓસ્ટ્રેલિયા સામે રમ્યાે હતો, તેણે 29 બોલમાં બે ચોગ્ગાની મદદથી 14 રન નોંધાવ્યા હતા. સચીન અને ઇરફાન એક જ કારમાં હોટલ ગયા હતા.
