Vadodara News Network

મેટાનું મોટું એલાન! ટિકટોકને ટક્કર આપતી નવી એપ એડિટ કરી લોન્ચ, ફીચર્સ કમાલના

અમેરિકામાં TikTok એપ ઘણા સામે માટે બેન રહી હતી, જો કે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ તે ફરી શરૂ કરવામાં આવી હતી. પણ હવે ટિકટોક કંપનીમાં 50% માલિકી અમેરિકાની હશે ત્યારે ઇન્સ્ટાગ્રામે આ તક ઝડપી લઈને એક નવી એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

જો તમને યાદ હોય તો આ પહેલા જ્યારે ભારતમાં ટિકટોક બંધ થઈ ત્યારે ઇન્સ્ટાગ્રામે તરત જ Reels લોન્ચ કરી દીધી હતી અને ભારતમાં ટ્વિટર (X) બેન થતાં ઇન્સ્ટાગ્રામે Thread એપ લોન્ચ કરી હતી જો કે Thread એપ થોડા જ દિવસ લાઇમલાઇટમાં રહી શકી. પણ Reels સાથે એવું થયું નથી ટિકટોક બેન થતાં આવેલી Reels અત્યારે ભારતમાં ધૂમ મચાવી રહી છે. TikTok ની સાથે, CapCut એપને પણ અમેરિકન એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. કારણ કે આ એપ પણ TikTok ની છે જે Bytedance દ્વારા બનાવવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામે આ તકનો પૂરો લાભ લેતા તેની પેરેન્ટ કંપની મેટાએ એક નવી એપ એડિટ રજૂ કરી છે. આ એપને CapCut નો ક્લોન કહેવામાં આવી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ કહ્યું છે કે એડિટ એપ આવતા મહિનાથી iOS પર ઉપલબ્ધ થશે અને પછીથી તેને એન્ડ્રોઇડ માટે પણ લોન્ચ કરવામાં આવશે.એડિટ એપ એક સંપૂર્ણ મોબાઇલ વિડિયો એડિટિંગ સોફ્ટવેર છે. કંપનીએ કહ્યું છે કે આ ક્રિએટર્સ માટે બેસ્ટ ટૂલ હશે જેમાં ઘણા પ્રકારના વિડીયો આઇડીયાઝ પણ હશે. આ એપ દ્વારા એડિટ કરાયેલા વીડિયોનો ડ્રાફ્ટ મિત્રો સાથે પણ શેર કરી શકાય છે. આનો અર્થ એ થયો કે અડધો વિડીયો પણ મિત્ર અથવા કંપનીને મોકલી શકાશે જેથી તે તે વિડીયોમાં બીજા શોટ્સ પણ ઉમેરી શકે. આમ જ એક જ વિડીયોમાં બે અલગ લોકો કન્ટેન્ટ એડ કરીને બનાવી શકશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે એડિટ એપ કેઝ્યુઅલ વિડીયો મેકર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે એટલે કે તેમાં ક્રિએટર્સને લગતા ટૂલ્સ હશે જે રીલ્સને એડિટ કરવામાં હેલ્પ કરશે. એક ડેશબોર્ડ પણ હશે જ્યાંથી વિડીયોને ટ્રેક કરી શકાશે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved