અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો શરૂ થવાથી અનેક મુસાફરોને ફાયદો થયો છે. અદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેશનથી મેટ્રો ચેન્જ કરી ગાંધીનગર જવું પડતું હતું પરંતુ હવે મેટ્રો વહીવટી તંત્રે મુસાફરોના હિતમાં નિર્ણય લધો છે. હવે મુસાફરોને સેક્ટર 1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ સ્ટેશન પર મેટ્રો ટ્રેન ચેન્જ કરવાની જરૂર નહી પડે કારણ કે, 15 ફેબ્રુઆરીથી AMPCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી પ્રોયોગિક ધોરણે શરૂ કરાશે
મેટ્રો રેલ સેફ્ટી કમિશનર તરફથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ ક્નેક્ટિવિટી માટે મેટ્રો ટ્રેનની ફિકવન્સી વધારવાની મંજૂરી મળી ગઈ છે. જેના કારણે અમદાવાદ- ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને મોટો ફાયદો થશે
મેટ્રોના નવા સ્ટેશન શરૂ થવાથી, સ્થાનિક વિસ્તારમાં મોટાપાયે આર્થિક અને સામાજિક ફાયદા જોવા મળશે. ખાસ કરીને ગિફ્ટ સિટી અને ઇન્ફોસિટી જેવા વ્યાવસાયિક કેન્દ્રોના વિસ્તરણથી, આ વિસ્તારમાં કામ કરતા વ્યવસાયિકો અને કર્મચારીઓને હવે ઝડપી અને સુવિધાસભર પરિવહન સેવા મળશે, જેનાથી ઉત્પાદકતા વધશે અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને વેગ મળશે. મેટ્રો રેલના વિસ્તરણથી નવા સ્ટેશન્સની આસપાસ રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે. કનેક્ટિવિટીમાં સુધારો થવાની સાથે આસપાસના વિસ્તારોમાં વ્યવસાયિક અને રહેણાંક એકમોની માંગ ઉભી થશે, જેના લીધે રોકાણની નવી તકો પેદા થશે. એક વાજબી પરિવહન વિકલ્પ શહેરને મળવાથી, મેટ્રો રેલ જીવનની ગુણવત્તાને વધારવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે. મુસાફરોના સમય અને ખર્ચની બચત તેમજ ખાનગી વાહન પરની નિર્ભરતા ઓછી થવાથી, નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી તેમજ લોકોની આર્થિક સુરક્ષા પર લાંબાગાળાની અસર થશે.































