3 મેની મોડી રાતે અગોરા મોલની બાજુમાં વિશ્વામિત્રીની ઝાડીઓમાં આગ લાગી હતી. 2 મેના રોજ મુખ્યમંત્રી મંગલ પાંડે બ્રિજ ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે પધાર્યા હતા, તેનાથી 100 મીટરના અંતરે આ આંગનો બનાવ બન્યો હતો. ઘટના અંગે જાણ થતાં ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પવનના કારણે આગ વધુ પ્રસરતા ફાયરની વધુ બે ગાડી બોલાવવાની ફરજ પડી હતી. મંગલ પાંડે બ્રિજની નજીક વિશ્વામિત્રીના કિનારે આગ લાગતા રાહદારીઓના ટોળેટોળા જોવા ઉમટ્યા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીના બનાવાયેલા રસ્તે ફાયર ફાઈટર વિશ્વામિત્રીમાં ઉતરીને આગ પર કાબુ મેળવ્યો હતો.
