Congress Protest On Adani : મોદી-અદાણીના નારા સાથે કાળા હાફ-જેકેટ પહેરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની સાંસદ બહેન પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ ગુરુવારે સંસદ સંકુલમાં વિરોધ કર્યો
Congress Protest On Adani : હાલ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન અદાણી મુદ્દે અનોખી શૈલીમાં કોંગ્રેસના સાંસદોએ ગુરુવારે સંસદમાં ‘મોદી અદાણી એક છે’ ના નારા સાથે જેકેટ પહેરીને પ્રદર્શન કર્યું હતું. નોંધનિય છે કે, અમેરિકન પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. મોદી-અદાણીના નારા સાથે કાળા હાફ-જેકેટ પહેરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની સાંસદ બહેન પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ ગુરુવારે સંસદ સંકુલમાં પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો.
.
સંસદીય તપાસની માંગ
આ તરફ બુધવારે પણ અનેક INDIA ગઠબંધન પાર્ટીઓના નેતાઓએ અદાણી મુદ્દે સંસદ સંકુલમાં વિરોધ કર્યો હતો અને આ મામલે સંયુક્ત સંસદીય તપાસની માંગ કરી હતી. કોંગ્રેસ, AAP, RJD, શિવસેના (UBT), DMK અને ડાબેરી પક્ષોના સાંસદોએ તેમની માંગની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સંસદના મકર ગેટ પર ‘મોદી-અદાણી એક છે’ લખેલા બેનરો પકડી રાખ્યા હતા. TMCએ વિપક્ષના વિરોધ પ્રદર્શનથી અંતર જાળવી રાખ્યું છે.