રૂ.4.75 કરોડના સેટલમેન્ટમાં ચહલ-ધનશ્રીના છૂટાછેડા:ક્રિકેટર હવે શાંતિથી IPL રમી શકશે; હાઈકોર્ટના આદેશથી 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ઘટાડ્યો
23 મિનિટ પેહલા
યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો.
યુઝવેન્દ્ર અને ધનશ્રી મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર હતાં. યુઝવેન્દ્રના વકીલ નીતિન ગુપ્તાએ આ વાતની પુષ્ટિ કરી છે.
બુધવારે ચહલની અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈ હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે પોતાનો ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ચહલ 21 માર્ચથી ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તેને IPLમાં ભાગ લેવાનો છે.
બાર એન્ડ બેન્ચની વેબસાઇટ અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ પણ માફ કરી દીધો છે. આ આદેશ આપતી વખતે, હાઈકોર્ટે કહ્યું કે, ‘તે બંને છેલ્લાં અઢી વર્ષથી અલગ રહે છે અને 4.75 કરોડ રૂપિયાના સમાધાન માટે પણ વાતચીત થઈ છે.’
ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. જોકે, ચહલ અને ધનશ્રી તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
