Gujarat Teacher Recruitment: ગુજરાતના શિક્ષકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણલક્ષી મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કર્યો છે. જે અંતર્ગત જુના શિક્ષક તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, હે અંતર્ગત ખાલી રહેતી 3,178 જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે.
- હાલમાં ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજિત 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરે માહિતી આપી છે.
