Vadodara News Network

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે મહત્ત્વનો નિર્ણય:નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટી 20 ને બદલે 25 લાખ મળશે, 1 જાન્યુ. 24 પછી રિટાયર્ડ થયેલા કર્મચારીઓને લાભ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી તથા અવસાન ગ્રેચ્યુઇટી મહત્તમ 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

ગ્રેચ્યુઇટી મહત્તમ 25 લાખ આપવામાં આવશે આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટી મહત્તમ 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થયેલા કર્મચારી-અધિકારીઓને મળશે.

સરકારને વાર્ષિક 53.15 કરોડનું ભારણ આવશે મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતાં આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક 53.15 કરોડનું ભારણ આવશે.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved