ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજાર (Share Market Update) મામૂલી ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ (Sensex) 18 પોઈન્ટના ઘટાડા સાથે 80,618.43 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી (Nifty) 0.16 ટકાના ઘટાડા સાથે 24,297.95 પર ખુલ્યો. નિફ્ટી પર સવારના ટ્રેડિંગ દરમિયાન, શ્રીરામ ફાઇનાન્સ, સન ફાર્મા, આઇટીસી, વિપ્રો, ડૉ. રેડ્ડીઝ લેબ્સના શેર્સ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ, પાવર ગ્રિડ કોર્પ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, એલએન્ડટીના શેરમાં ઘટાડો થયો હતો.
યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય પહેલા રોકાણકારોના સાવચેતીભર્યા વલણ વચ્ચે ઓલરાઉન્ડ વેચવાલીથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ વચ્ચે, સ્થાનિક બજારમાંથી વિદેશી મૂડી પાછી ખેંચી લેવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટને પણ અસર થઈ છે. આ સાથે, ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવી જવાને અને વધારે વેપાર ખાધથી પણ બજાર (Share Market Update) પર દબાણ જોવા મળી રહ્યું છે.
મંગળવારનું બજાર
યુએસ ફેડના વ્યાજ દરના નિર્ણય પહેલા રોકાણકારોના સાવચેતીભર્યા વલણને કારણે આજે વેચવાલી જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ (Sensex) 1064 પોઈન્ટના ઘટાડા સાથે 80,684.45 પર બંધ થયો, જયારે NSE પર નિફ્ટી (Nifty) 1.40 ટકાના ઘટાડા સાથે 24,322.50 પર બંધ થયો.