Stock Market : ગુરુવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. ગુરુવારે શરૂઆતના કારોબારમાં ઘટાડા પછી સ્થાનિક શેરબજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો નોંધાયો હતો. BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 202.87 પોઈન્ટ અથવા 0.26 ટકા ઘટીને 76,202.12 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી પણ 64.7 પોઈન્ટ અથવા 0.27 ટકા ઘટીને 23,090.65 પર આવી ગયો છે. જોકે BSE સેન્સેક્સ ટૂંક સમયમાં નુકસાનને વસૂલ્યું અને 152.54 પોઈન્ટ અથવા 0.20 ટકા વધીને 76,557.53 પર ટ્રેડ કર્યું, જ્યારે નિફ્ટી 37.10 પોઈન્ટ્સ અથવા 0.16 ટકા વધીને 23,192.45 પર ટ્રેડ થયો.
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં ઝોમેટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્માસ્યુટિકલ, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ અને આઈટીસીના શેરમાં વધારો થયો હતો. હિંદુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેન્ક, એચસીએલ ટેક્નોલોજીસ, અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
શરૂઆતના કારોબારમાં અમેરિકી ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા ઘટીને 86.40 થયો હતો. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો તેના અગાઉના બંધ ભાવની તુલનામાં 11 પૈસાના ઘટાડા સાથે 86.46 પ્રતિ ડોલર પર ખૂલ્યો હતો અને તે પછી તે ઘટીને 86.52 પ્રતિ ડોલર થયો હતો. જો કે, શેરબજારમાં ઉછાળાને કારણે થોડો સુધારો જોવા મળ્યો હતો અને તે બુધવારના બંધ સ્તરથી પાંચ પૈસા ઘટીને 86.40 પ્રતિ ડોલર થયો હતો. બુધવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 86.35 ના સ્તર પર બંધ થયો હતો.
