માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાને કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મિમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.
ગુજરાતમાં બેવડી ઋુતુ, 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ ગરમી
માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટબન્સની સક્રિયાતાના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ યથાવત્ રહ્યો છે. 22 માર્ચે ગુજરાતનાં મુખ્ય 15 પૈકી 13 શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી પાર રહ્યું હતું, જ્યારે 12 શહેરનું લઘુતમ તાપમાન 22 ડિગ્રીથી નીચે રહ્યું હતું. બેવડી ઋતુના અનુભવ વચ્ચે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન રાજકોટમાં 40.1 અને ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.7 અને ગાંધીનગરમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે 19.5 ડિગ્રી સાથે ગાંધીનગરની રાત સૌથી ઠંડી રહી હતી.
હવામાન વિભાગ મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
લૂ લાગવાથી વડોદરામાં પહેલું મોત:ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા; ગરમીમાં મોતનો આંકડો વધશે!
અમદાવાદ51 મિનિટ પેહલા

રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રી થી વધુ ગરમી
શહેર ડિગ્રી
રાજકોટ 40.1
ભુજ 40
કંડલાપોર્ટ 39
અમરેલી 38.8
અમદાવાદ 38.7
ડીસા 38.3
ગાંધીનગર 38.2
કેશોદ-વિવિનગર 38.1
સુરેન્દ્રનગર 38
વડોદરા-પોરબંદર 37.7
નલિયા 37.2
(IMD અમદાવાદની માહિતી મુજબ)
વડોદરામાં લૂ લાગવાથી મોતની પ્રથમ ઘટના
વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકની હદમાં આવતા શિહોરા ભાગોળ પાસેના કૂવાની બાજુમાંથી એક અજાણ્યા 30 વર્ષી યુવાનનો મૃતદેહ પોલીસને મળ્યો હતો. પોલીસની તપાસમાં આ યુવાન માનસિક દિવ્યાંગ હોવાનું અને રોડ સાઇડમાં સૂતો હોવાથી તેને વધારે પડતી ગરમી, લૂ લાગવાને કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવકની ઓળખ થઇ શકી નથી. તેની ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.