વડોદરામાં જનતાના રૂપિયાના વેડફાટનો નમૂનો સામે આવ્યો હતો. જેમાં સ્માર્ટ રોડ બનાવવા પેવર બ્લોક તોડવામાં આવ્યા હતા. જે બાદ હવે આજ બ્લોક નાખવામાં તંત્રની આળસ સામે આવી હતી.
1. સ્માર્ટ રોડ
વડોદરામાં જનતાના રૂપિયાથી બનેલા પેવર બ્લોક તોડી નાંખવામાં આવ્યા હતા. જેને લઇ આસપાસના લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે
2. તંત્રની બેદરકારી
ત્યારે કરોડોના ખર્ચે આયોજન વગર કરેલા કામનો બોલતો નમૂનો સામે આવ્યો છે. જેમાં તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવી પડી હતી
3. વૃંદાવનથી વાઘોડિયા ચોકડી
શહેરના વૃંદાવનથી વાઘોડિયા ચોકડી સુધી 10 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો હતો. 2022માં સ્માર્ટ રોડ બનાવવા પેવર બ્લોક તોડી નાંખવામાં આવ્યા હતા. જેને કાઢીને રસ્તાની સાઇડમાં મુકી દેવામાં આવ્યા હતા
4. પેવર બ્લોક
રસ્તા નીચેથી પસાર થતા ડ્રેનેજ, પાણી અને હાઈટેન્શન કેબલ લાઈન નાંખવા પેવર બ્લોક કાઢવામાં આવ્યા હતા. જે હવે પેવર બ્લોક પાછા નાંખવામાં તંત્રની આળસ સામે આવી હતી….