વડોદરામાં આજે સવારમાં બે આગની ઘટના સામે આવી છે જેમાં સયાજીપુરામાં ઘરમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે મકરપુરામાં SRP ગ્રુપ-9માં પણ સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગી છે. હાલ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
