ગુજરાતના વડોદરાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં 20 વર્ષનો યુવક રક્ષિત ચૌરસિયા એક રાતે ઓવર સ્પીડમાં કાર ચલાવતા 5 લોકોને ટક્કર મારી હતી અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલુ છે. સ્થળ પર હાજર લોકોએ રક્ષિતને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. જાહ્નવીએ આ છોકરા સામે રોષ વ્યક્ત કર્યો છે.
આ ઘટનાની માહિતી એ મુજબ છે કે દારૂના નશામાં આરોપી રક્ષિત 120 કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ કાર તેના મિત્રની હતી. અને વધુ પડતી ઝડપના કારણે તેની કારથી 5 લોકોને ટક્કર વાગી હતી. ત્યારબાદ પણ તેના મિત્રો અટકવાને બદલે ફરી રાઉન્ડ મારવાનું કહેતા આસપાસ ઉભેલા લોકોને ખ્યાલ આવ્યો કે રક્ષિતના લીધે એક મહિનાનું અકસ્માત થયું હોવાની તેને જાણ જ નથી.
જાહ્નવી થઈ ગુસ્સે
બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે આ વાયરલ વીડિયો જોયો ત્યારે તે પણ ગુસ્સાથી લાલ થઈ ગઈ. જાહ્નવીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી. જાહ્નવીએ લખ્યું, ‘આ ખૂબ જ આઘાતજનક અને ગુસ્સે કરનારું છે.’ એવું વિચારવું ઘૃણાસ્પદ છે કે કોઈ વ્યક્તિ આવું કંઈક કરીને છટકી શકે છે. પછી ભલે તે નશામાં હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી.
