વડોદરા ગ્રામ્યમાં આવતા કાયાવરોહણ ગામની સીમમાં જાણીતું લકુલીશ ધામ આવેલું છે. આ ધામમાં સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં હોય છે. આ લકુલીશ ધામની આસપાસ આવેલી વિવિધ કંપનીઓમાંથી ફેલાઇ રહેલા પ્રદૂષણના કારણે દુર્ગંધ, આંખોમાં બળતરાના કારણે આશ્રમના મહંતે ડભોઇ પોલીસ દ્વારા પ્રદુષણ બોર્ડમાં આ અંગેની જાણ કરવાની માગ કરતી ફરિયાદ કરવામાં આવી આવી છે. ફરિયાદમાં તેઓએ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા પણ માગ કરી છે.
એકમો દ્વારા ફેલાતા પ્રદુષણના અનેક કિસ્સા વડોદરા શહેર અને ગ્રામ્યમાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. આ એકમો દ્વારા ફેલાતા પ્રદુષણના અનેક કિસ્સાઓ સપાટી પર આવતા રહે છે. પરંતુ પ્રદુષણ કંટ્રોલ બોર્ડ ઘટનાના મૂળ સુધી પહોંચવામાં મોટા ભાગના કિસ્સાઓમાં નિષ્ફળ રહે છે. જેથી આ પ્રદુષણ ઓકતા એકમો બેરોકટોક પ્રદૂષણ ઓકી રહ્યા છે. જેનો ભોગ લોકોને બનવું પડે છે. વડોદરા નજીક આવેલા કાયાવરોહણ ખાતે જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં આવે છે. અને તપ-સાધના છે.
માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ મારી રહી છે કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં વિવિધ પ્રકારની કંપનીઓ આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી આ કંપનીઓમાથી વછૂટતા પ્રદૂષણના કારણે માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ મારી રહી છે. ઉપરાંત લોકોને આંખોમા બળતરા થઇ છે. લકુલીશ આશ્રમમાં રહેતા તમામને આંખોમાં બળતરા, માથા અને ગળામાં દુખાવો થઇ રહ્યો છે. જેને પગલે આશ્રમના મહંત પ્રિતમુનિ ગુરૂરાજર્ષિમુની દ્વારા આ મામલાનો કાયમી નીકાલ કરવા માટે પોલીસ દ્વારા પ્રદુષણ બોર્ડના જાણ કરવા માટેની ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ આપવામા આવી છે. આ અંગે ડભોઇ પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ગોકળભાઇએ તપાસ શરૂ કરી છે.
