કેરળના ઇડુક્કી જિલ્લાના મુંડક્કયમમાં KSRTC બસ સાથે અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડતાં ચાર મુસાફરોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. દુર્ઘટનાગ્રસ્ત બસમાં 34 મુસાફરો અને ત્રણ કર્મચારીઓ સવાર હતા. તમામ મુસાફરો માવેલીક્કારા વિસ્તારના રહેવાસી હતા. KSRTC બસ તમિલનાડુના તંજાવુરમાં પ્રવાસ કરીને માવેલિકારા પરત ફરી રહી હતી.
આ અકસ્માત આજે એટલે કે સોમવારે સવારે લગભગ 6.15 કલાકે થયો હતો. મળતી માહિતી મુજબ, એક વળાંક પર બસે કાબૂ ગુમાવ્યો અને 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. અકસ્માત બાદ ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, સોમવારની વહેલી સવારે પહાડી જિલ્લાના પુલ્લુપારા પાસે એક સરકારી બસ ખાઈમાં પડી જતાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.” તેમણે કહ્યું કે બસ 34 મુસાફરો સાથે તમિલનાડુના તંજાવુરની સફર બાદ અલપ્પુઝા જિલ્લાના માવેલિકારા પરત ફરી રહી હતી, ત્યારે સવારે 6 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મૃતકોના મૃતદેહને મુંડાકાયમની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ બાદ તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ અને ફાયર અને બચાવ સેવાના કર્મચારીઓને બચાવ કામગીરી માટે તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા હતા.