જો તમે વધુ વાર ટ્રાફિક નિયમ ભંગ કર્યા તો લાયસન્સ રદ થઈ શકે છે. આ અમે નહિ પણ આરટીઓની કાર્યવાહી કહી રહી છે. કેમ કે સુભાસબ્રિજ RTO એ એક જ વર્ષમાં 2200 લાયસન્સ રદ્દ કર્યા છે. જેમાં હેલમેટ વિના ડ્રાઇવિંગ, ભયજનક અને નશામાં ડ્રાઇવિંગ કરનારના લાયસન્સ રદ્દ કરાયા છે. જે 2200 માંથી હેલમેટ વિના વાહન ચલાવનાર 1354 લોકોના લાયસન્સ 3 મહિના માટે રદ્દ કરાયા.
લાયસન્સ 6 મહિના માટે રદ્દ
અમદાવાદમાં 845 લોકોના લાયસન્સ 6 મહિના માટે રદ્દ કરાયા. તો સિંધુ ભવન અકસ્માત કેસમાં રિપલ પંચાલનું લાયસન્સ આજીવન રદ કરાયું. આ ગુનામાં એક જ ગુનાનો ત્રણ કરતા વધુવાર ભંગ કરાયો હોય તેમના લાયસન્સ રદ્દ થયા છે.
ઉલ્લેખનીય છે કે નિયમ ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા RTO ને અપાયેલા અભિપ્રાય હેઠળ કરાઈ કાર્યવાહી કરાઈ છે. જ્યાં Rto એ લાયસન્સ ધારકોને નોટિસ પાઠવી યોગ્ય જવાબ ના મળતા કાર્યવાહી કરવામાં આવી હતી.