Vadodara News Network

વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ:કોમેડી શોમાં અશ્લીલતા મામલે FIR છતાં અમદાવાદ, સુરત, વડોદરામાં ટિકિટો સોલ્ડ આઉટ થઈ હતી

યુટ્યૂબ શો પર અશ્લીલતાના વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શોની ટિકિટો સોલ્ડ આઉટ થઈ હતી. જો કે, વિવાદ વકરતા હવે તમામ શો રદ કરી દેવામાં આવ્યા છે.મુંબઇ અને ગુવાહાટી પોલીસે FIR નોંધી હોવા છતાં તેના શો માટે ટિકિટોનું વેચાણ જોરશોરથી થયું હતું.

સમય રૈનાના ગુજરાતમાં શોનું નામ હતું ‘સમય રૈના અનફિલ્ટર્ડ’. આ નામ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે, કોમેડીના નામે બેફામ કોમેન્ટ્સ થશે. 1:30 કલાકનો આ શો ફક્ત 18 પ્લસ માટેનો હતો અને bookmyshow થી ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું હતું. ટિકિટના ભાવ રૂપિયા 999 રાખવામાં આવ્યા હતા.

 

અમદાવાદ અને સુરતમાં શો હાઉસફુલ થયા હતા

‘સમય રૈના અનફિલ્ટર્ડ’ નામના આ શોનું આયોજન અમદાવાદ, સુરત અને વડોદરામાં કરવામાં આવ્યું હતું. રૈનાના શોની શરૂઆત અમદાવાદથી થવાની હતી.. અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે બે-બે શો યોજાવાના હતા.. જેમાંથી 20 એપ્રિલની રાત્રે 9 વાગ્યાનો શો પહેલાંથી જ હાઉસફુલ થઈ ચૂક્યો હતો. સુરતમાં 17 એપ્રિલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં બે શો યોજાશે જેમાં રાત્રે 8:30 વાગ્યાનો શો સંપૂર્ણપણે બુક થઈ ગયા હતા.

 

રવિવારે બે ક્લિપ વાઈરલ થઈ હતી

આ વિવાદનું મૂળ સમય રૈના અને યુટ્યૂબર રણવીર અલ્લાહાબાદીના ‘ઇન્ડિયા ગોટ લાટેન્ટ’ના શોની ક્લિપ્સમાં રહેલું છે. જે રવિવારે વાઈરલ થઈ હતી. આ ક્લિપ્સમાં અશ્લીલ કન્ટેન્ટને કારણે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. મુંબઇ પોલીસે સમય રૈના, રણવીર અલ્લાહાબાદી સહિત આશિષ ચાંચલાની, જસપ્રીતસિંહ અને અપૂર્વ માખીજા સામે તપાસ શરૂ કરી છે. આ વિવાદને લઈ OTT પ્લેટફોર્મ માટે સેન્સર અને કન્ટેન્ટને regularisation અને લોકોમાં freedom of speechની માગ ઊઠી હતી.

શો મુંબઇના ખારમાં શૂટ થયો હતો

સમય રૈના એક સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે જાણીતો છે અને રણવીર અલ્લાહાબાદીની પોડકાસ્ટ ચેનલ BeerBeeps માટે જાણીતો છે. આ બંનેના શોના અશ્લીલ કેન્ટેન્ટની પોલિટિશનિયન્સ, મહિલા સંગઠનો, સેલિબ્રિટીઝ, આર્ટિસ્ટ અને પબ્લિકે ઘોર નિંદા કરી હતી. મુંબઇમાં જ્યારે કલાકારો જેમ કે નિલેશ મિશ્રા, રાજકીય લીડર સુપ્રિયા શ્રીનાતે, આસામના CM હેમંત બિસ્વા શર્માએ આ શોને વખોડ્યો હતો. મુંબઇમાં આ બધાનાં ઘણાં ગ્રુપમાં આ શોના આયોજકો અને બ્રોડકાસ્ટર્સ સામે પણ ફરિયાદો ઊઠી હતી. આ શો મુંબઇના ખારમાં શૂટ થયો હતો.

 

અશ્લીલ કન્ટેન્ટ સામે આખા દેશમાં આક્રોશ

‘ઇન્ડિયા ગોટ લાટેન્ટ’ની બંનેની ક્લિપ વાઈરલ થયા બાદ આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, ત્યારે ગુજરાતમાં આ પ્રકારના શોને કલાકારો અને માતા-પિતા કેવી રીતે જુએ છે તે જોવાનું રહ્યું. ભૂતકાળમાં બજરંગદળ, ક્ષત્રિય સેના જેવાં સંગઠનો દ્વાર સંસ્કૃતિ અને સંસ્કાર પર થતા હુમલાઓ પર વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved