દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા PM મોદીએ ખૂબ જ રસપ્રદ અંદાજમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી. આ દરમિયાન અમુક વિદ્યાર્થીઓ એક મોટા ઝાડની છે બેઠા હતા અને PM મોદી તેમની સાથે વાત કરી રહ્યા હતા. PM મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં દિલ્હી સરકાર પર ઘણા હુમલા બોલ્યા. PM મોદીએ કહ્યું, ‘મે સાંભળ્યું છે કે દિલ્હીમાં તે બાળકોને 9માં ધોરણ બાદ આગળ નથી વધવા દેતા, જેમની પાસ થવાની કોઈ ગેરંટી નથી હોતી. કેમ કે જો તેમનું રિઝલ્ટ ખરાબ થયું તો તેમની સરકારની પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે. એટલા માટે ખૂબ બેઈમાનીથી કામ કરવામાં આવે છે.’
પ્રધાનમંત્રીએ તર્ક આપ્યું કે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમાન મોકા આપવાની જગ્યાએ, કમજોર વિદ્યાર્થીઓને માત્ર પોતાના ‘બહુપ્રચારિત’ શિક્ષા મોડેલને પ્રોત્સાહન આપવા અને પાર્ટીની સારી ઇમેજ બતાવવા માટે રોકવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, ‘બદલામાં પાર્ટી યુવા વિદ્યાર્થીઓના જીવન સાથે રમી રહી છે અને તેમના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહી છે.’ વિદ્યાર્થીઓના એક ગ્રુપ સાથે વાતચીત કરતાં PM મોદીએ તર્ક આપ્યું કે જ્યા સુધી વિદ્યાર્થીઓ આ પ્રોમિસ નથી કરતા કે તે બોર્ડ પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે, ત્યાં સુધી સરકારી સ્કૂલ કમજોર વિદ્યાર્થીઓને ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપવાથી રોકે છે.
કોંગ્રેસે પણ બોલ્યો હુમલો
આ પહેલા કોંગ્રેસે પણ રવિવારે આમ આદમી પાર્ટીના શિક્ષા મોડેલને ટાર્ગેટ કર્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકારના માધ્યમે કરેલા મોટા-મોટા દાવા એક દેખાડો છે અને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિતના કાર્યકાળની તુલનામાં અત્યારે સરકારે ધોરણ 12 ના સ્નાતકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. કોંગ્રેસે કહ્યું, ‘તે પોતાના શિક્ષા મોડેલના ખૂબ વખાણ કરતાં હોય છે, પરંતુ ડેટા તો બીજું જ કઈક બતાવે છે.’