મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 11 દિવસ બાદ ભાજપ વિધાનમંડળ પક્ષે દેવેન્દ્ર ફડણવીસને તેના નેતા તરીકે ચૂંટ્યા છે. ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પંકજા મુંડેએ ફડણવીસના નામનું સમર્થન કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડેપ્યુટી સીએમ માટે એકનાથ શિંદે અને અજિત પવારના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. મહાયુતિના ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
શપથ ગ્રહણ આવતીકાલે એટલે કે પાંચમી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં થશે. જેમાં મુખ્યમંત્રી અને બંને ડેપ્યુટી સીએમ શપથ લેશે. તેમની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે કે નહીં તે સ્પષ્ટ નથી.
મુંબઈમાં BJP વિધાયક દળની બેઠક દરમિયાન વિજય રૂપાણીએ કે જેમને મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ પાર્ટીની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગીના નામો પ્રસ્તાવિત કરવા વિનંતી કરી હતી. આ પછી ચંદ્રકાંત પાટીલે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો. સુધીર મુનગંટીવારે પણ ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ બેઠક બાદ દરમિયાન રાજ્યના નવા સીએમની જાહેરાત થઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની રેસમાં ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. જે બાદમાં હવે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે અને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બનશે.