1. આજનું પંચાંગ
21 12 2024 શનિવાર, માસ માગશર, પક્ષ વદ, તિથિ છઠ્ઠ બપોરે 12:20 પછી સાતમ, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની, યોગ પ્રીતિ, કરણ વણિજ બપોરે 12:20 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ સિંહ (મ.ટ.)
2. મેષ (અ.લ.ઈ.)
આજનો દિવસ આનંદમાં વિતાવશો અને ગુમાવેલા અવસર પાછા મળશે તેમજ નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે
3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા રહેશે તો ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે અને વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે
4. મિથુન (ક.છ.ઘ.)
અંગત કાર્યોમાં સાવધાની રાખવી અને કામમાં મહેનત વધારે કરવી પડશે તેમજ ધન બાબતે પરેશાની જણાશે તો વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
5. કર્ક (ડ.હ.)
ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું અને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ વડીલ વર્ગથી તકલીફ જણાશે, ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
6. સિંહ (મ.ટ.)
પરિવારમાં પ્રીતિ જળવાશે અને મનપસંદ કાર્યોમાં રુચિ વધશે તેમજ આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે
7. કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને ધારેલા કામમાં સફળતા મળશે તેમજ વિરોધપક્ષથી વિજય મેળવશો, નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે તો કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે
8. તુલા (ર.ત.)
ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશ
9. વૃશ્ચિક (ન.ય.)
પરેશાની કામને બગાડશે અને અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા તેમજ ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે તો મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે તેમજ રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે, આર્થિક બાબતોમાં વિકાસ થશે તો સામાજિક માન-પ્રતિષ્ઠા
11. મકર (ખ.જ.)
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી અને નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે તેમજ સંતાનના કાર્યોમાં સફળતા મળે, ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે
12. કુંભ (ગ.શ.ષ.સ.)
કુંભ રાશિના જાતકોને મનપસંદ કામમાં સફળતા મળશે તેમજ આપની ભાવનાઓની કદર થશે તો પદોન્નતિ માટે નવી તકો મળશે, ધંધામાં સુધારો જોવા મળશે
13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને સાવચેતીથી કામ કરવું તેમજ અચાનક ખર્ચથી પરેશાની વધશે તો નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધામાં મધ્યમ લાભ થશે..