Vadodara News Network

શિવસેનાએ CMના બદલે ગૃહ અને નાણાં મંત્રાલય માગ્યું:ભાજપ આપવા તૈયાર નથી, જેના કારણે મુંબઈમાં યોજાનારી મહાયુતિની બેઠક ટળી

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને પેચ ફસાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના મુખ્યમંત્રીપદના બદલામાં ગૃહ અને નાણાં મંત્રાલયની માગ કરી રહી છે, તેથી શુક્રવારે મુંબઈમાં યોજાનારી મહાગઠબંધન (ભાજપ + શિવસેના શિંદે જૂથ + NCP અજિત પવાર)ની મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવામાં આવી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક સતારા ગયા છે. હવે 1 ડિસેમ્બરને રવિવારે મહાયુતિની બેઠક યોજાય એવી શક્યતા છે. રવિવારે સવાર સુધીમાં ભાજપના 2 નિરીક્ષક દિલ્હીથી મુંબઈ આવશે. તેમની હાજરીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં 2 નિરીક્ષકની હાજરીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. ભાજપ મરાઠા ચહેરા પર પણ વિચાર કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.

શિંદેનું અચાનક ગામ જવાનું કારણ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદેએ અમિત શાહને પોર્ટફોલિયો વિતરણની યાદી સોંપી છે. હવે શિંદે ભાજપને નિર્ણય લેવા માટે સમય આપવા માગે છે, તેથી જ તેઓ ગામ જવા રવાના થયા છે. બીજી તરફ શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે જો એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ સ્વીકારશે નહીં તો પાર્ટીમાંથી બીજો ચહેરો આ પદ સંભાળશે. મને નથી લાગતું કે તેઓ ડેપ્યુટી સીએમ પદ સ્વીકારશે.

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર, NCP સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે ગુરુવારે અમિત શાહ અને ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર, NCP સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે ગુરુવારે અમિત શાહ અને ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.

CMનો તાજ કોના શિરે? દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે રાજધાનીમાં મહારાષ્ટ્ર સરકારની રચના અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી, જ્યાં મુખ્યમંત્રીપદ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી (BJP)ના હશે અને આ તાજ દેવેન્દ્ર ફડણવીસના માથા પર મૂકવામાં આવશે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ પદને લઈને કોઈ ચર્ચા થઈ ન હતી.

શાહ સામે આ 4 મોટી માગણી મૂકી સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે સીએમ પદ ભાજપ પાસે ગયું ત્યારે એકનાથ શિંદેએ પોતાની ચાર મુખ્ય માગણી અમિત શાહ સમક્ષ મૂકી. તેમણે કહ્યું હતું કે સૌથી પહેલા શિવસેનાને કેબિનેટ અને રાજ્યમંત્રીઓ સહિત 12 મંત્રીપદ મળે. બીજું- તેમની પાર્ટી પાસે વિધાન પરિષદના અધ્યક્ષનું પદ રહેશે. ત્રીજું- વિભાગમાં ગાર્ડિયન મિનિસ્ટરને યોગ્ય સન્માન મળવું જોઈએ અને ચોથું- ગૃહ અને શહેરી વિકાસ વિભાગનો પણ સમાવેશ કરવો જોઈએ.

મહાયુતિના ઘટકપક્ષોની આજે મુંબઈમાં બેઠક થશે દિલ્હી બાદ હવે શુક્રવારે મુંબઈમાં મહાયુતિના ઘટકપક્ષોની બેઠક યોજાશે, જેમાં સરકારની રચનાને લઈને મંથન થશે. સૂત્રો તરફથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે અમિત શાહે બે ડેપ્યુટી સીએમનાં નામ પર પોતાની સંમતિ આપી દીધી છે. એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

બેઠક બાદ એકનાથ શિંદેએ કહ્યું- બેઠક સકારાત્મક રહી. અમે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે ચર્ચા કરી. આ પહેલી મુલાકાત હતી. મહાયુતિની વધુ એક બેઠક મુંબઈમાં યોજાશે. એમાં સીએમ અંગે નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરે ભાજપના બે નિરીક્ષક પણ મુંબઈ જશે. તેઓ ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપશે અને મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. જોકે ભાજપ મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે.

બેઠક બાદ અજિત પવાર અને ફડણવીસ મુંબઈ જવા રવાના થયા, જ્યારે શિંદે તેમના પુત્ર શ્રીકાંતના ઘરે પહોંચ્યા અને સાંસદો સાથે બેઠક કરી. મોડીરાત્રે તેઓ પણ મુંબઈ પરત ફર્યા હતા.

મહાગઠબંધનના નેતાઓની બેઠક પહેલાં શાહ અને શિંદેએ લગભગ અડધો કલાક સુધી ખાનગીમાં ચર્ચા કરી હતી. એ જ સમયે અમિત શાહના ઘરે પહોંચતાં પહેલાં ફડણવીસ અને અજિત પવાર વચ્ચે બેઠક પણ થઈ હતી.

ગુરુવારે દિલ્હી પહોંચતાં જ શિંદે મીડિયાને કહ્યું હતું કે લાડલાભાઈ દિલ્હી આવી ગયા છે. તેમણે અગાઉ કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતાઓ જે પણ નિર્ણય લેશે તેમને સમર્થન કરશે.

બેઠક પૂરી થયા બાદ BJP-અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહના ઘરેથી નીકળી ગયા હતા.
બેઠક પૂરી થયા બાદ BJP-અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહના ઘરેથી નીકળી ગયા હતા.

BJP મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે એવું માનવામાં આવે છે કે સીએમની પસંદગીમાં જાતિ અંકગણિત મોટી ભૂમિકા ભજવી શકે છે, કારણ કે 288 સીટવાળી વિધાનસભામાં મોટી સંખ્યામાં મરાઠા સમુદાયના ધારાસભ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ છે. આવી સ્થિતિમાં બીજેપી નેતૃત્વ પણ કેટલાક મરાઠા નેતાઓને સીએમ માટે વિચારી રહી છે. જોકે સૂત્રોનું માનીએ તો જો RSS દબાણ વધારશે તો ફડણવીસના સીએમ બનવાની શક્યતા વધારે છે.

એ જ સમયે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદ માટે ભાજપની પસંદગીને અનુસરશે. શિવસેના (શિંદે)ના ધારાસભ્ય અને પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું, ‘નવી સરકારમાં કાર્યકારી સીએમ ડેપ્યુટી સીએમનું પદ સ્વીકારશે નહીં. મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા વ્યક્તિને આ શોભતું નથી.

શિંદેની આગેવાની હેઠળની શિવસેના ડેપ્યુટી સીએમ પદ માટે અન્ય નેતાને નોમિનેટ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે મારા પિતાએ તેમની અંગત મહત્ત્વાકાંક્ષાઓને બાજુ પર રાખીને ‘ગઠબંધન ધર્મનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

મુખ્યમંત્રીની પસંદગીમાં જ્ઞાતિનાં સમીકરણો નિર્ણાયક બની શકે છે મહારાષ્ટ્રમાં 28% મરાઠા, 12-12% દલિત અને મુસ્લિમ, 8% આદિવાસી છે. 38% OBC છે. બ્રાહ્મણ અને અન્ય સમુદાયોની વસતિ 8% છે. અહીં સમગ્ર રાજકારણ મરાઠા વિરુદ્ધ બિન-મરાઠાના રાજકીય સમીકરણ પર આધારિત છે. રાજ્યમાં 150 બેઠક પર મરાઠાઓનો પ્રભાવ છે અને 100 પર ઓબીસીનો પ્રભાવ છે.

2019ની ચૂંટણીમાં 288માંથી 160 ધારાસભ્ય મરાઠા સમુદાયના હતા. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 18 મુખ્યમંત્રીમાંથી 10 મરાઠા સમુદાયના છે, જેમાં કેરટેકર મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે.

શિંદેએ કહ્યું હતું કે અમે બીજેપીના સીએમને સ્વીકારીએ છીએ

કાર્યકારી સીએમ એકનાથ શિંદેએ 27 નવેમ્બરે થાણેમાં કહ્યું હતું કે અમે બીજેપીના સીએમને સ્વીકારીએ છીએ. મને પદની કોઈ ઈચ્છા નથી. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મોદીજી મારી સાથે ઊભા હતા. હવે તેઓ જે પણ નિર્ણય લેશે એને સ્વીકારવામાં આવશે.

શિંદેએ કહ્યું- મેં મોદીજીને 26 નવેમ્બરે ફોન કર્યો હતો. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, મનમાં કોઈ અડચણ ન લાવો. અમે બધા NDAનો ભાગ છીએ. બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ અમે સ્વીકારીશું. અહી કોઈ સ્પીડબ્રેકર નથી. અમે સરકાર બનાવવામાં અવરોધ નહીં બનીએ.

શિંદેએ કહ્યું- મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી નથી માન્યા. મેં હંમેશાં સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. આ જનતાની જીત છે. સમર્થન માટે જનતાનો આભાર. ચૂંટણી વખતે સવારે પાંચ વાગ્યા સુધી કામ કરતા. તમામ કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી હતી.

શિંદેએ મોદીના દરેક નિર્ણયને સ્વીકાર્યો, 6 નિવેદન આપ્યાં

1. હું એક સામાન્ય માણસ છું, મેં મારી જાતને ક્યારેય સીએમ નથી માન્યું એકનાથ શિંદેએ કહ્યું, “સામાન્ય માણસને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ હું સમજું છું. મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી નથી માન્યા. મેં હંમેશા સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. હું જોતો આવ્યો છું કે પરિવાર કેવી રીતે ચાલે છે. મેં વિચાર્યું કે જ્યારે મને સત્તા મળશે ત્યારે હું પીડિત લોકો માટે યોજનાઓ લાવશે.”

2. હું તમારો લાડલો ભાઈ, આ લોકપ્રિયતા વધુ સારી શિંદેએ કહ્યું, “જ્યારે હું સીએમ હતો ત્યારે લોકોને લાગતું હતું કે અમારી વચ્ચે એક મુખ્યમંત્રી છે. ઘર હોય, મંત્રાલય હોય, લોકો મને મળવા આવતા. મને જે ઓળખ મળી છે એ તમારા કારણે છે. મેં લોકપ્રિયતા માટે કંઈ નથી કર્યું, મહારાષ્ટ્રના લોકો માટે કામ કર્યું, રાજ્યની બહેનો અને ભાઈઓએ મને ટેકો આપ્યો, આ માન્યતા સારી છે.

3. રાજ્યને આગળ વધારવા માટે કેન્દ્રનો સહયોગ જરૂરી એકનાથ શિંદેએ કહ્યું, “અમે અઢી વર્ષ સુધી સરકાર ચલાવી. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર હાજર રહી અને અમારી સાથે ઊભી રહી. અમારા દરેક પ્રસ્તાવને સમર્થન મળ્યું. રાજ્ય ચલાવવા માટે કેન્દ્ર સરકારનું સમર્થન જરૂરી છે.”

4. અમે કોઈ અવરોધ નથી, આખી શિવસેના મોદીજીના નિર્ણયને સ્વીકારે શિંદેએ કહ્યું, “મેં મોદીજી-શાહજીને ફોન કર્યો. મેં તેમને કહ્યું હતું કે તમે જે પણ નિર્ણય લેશો, અમે એને સ્વીકારીશું. ભાજપની બેઠકમાં તમારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, એ પણ અમને સ્વીકાર્ય છે. અમને સરકાર બનાવવામાં કોઈ અડચણ નથી.” સરકાર બનાવવા અંગે તમે જે પણ નિર્ણય લેવા માગો છો એમાં શિવસેના અને મારા તરફથી કોઈ અવરોધ નથી.

5. મોદી-શાહ અઢી વર્ષ સુધી ખડકની જેમ સાથે ઊભા રહ્યા તેમણે કહ્યું, “અમે અઢી વર્ષ સરકાર ચલાવી. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહે મારા જેવા કાર્યકરને મુખ્યમંત્રીપદની જવાબદારી આપી. બંને અઢી વર્ષ સુધી અમારી સાથે પહાડની જેમ ઊભા રહ્યા. તેમણે મને કહ્યું હતું કે તમે જનતાનું કામ કરો અને અમે તમારી સાથે છીએ.

6. મને પદની લાલચ નથી, મહારાષ્ટ્રમાં કોઈ સ્પીડબ્રેકર નથી એકનાથ શિંદેએ કહ્યું, “મને પદની લાલચ નથી. અમે લોકો લડતા નથી. અમે કામ કરતા લોકો છીએ. મેં પીએમ અને ગૃહમંત્રીને પણ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોઈ સ્પીડબ્રેકર નથી, કોઈ નારાજ નથી, કોઈ ગાયબ નથી. અહીં કોઈ મતભેદ નથી, તે મહાવિકાસ આઘાડી હતી, તેને હટાવી દેવામાં આવી છે.”

MVA વિપક્ષના નેતા અંગે સંયુક્ત રીતે દાવો કરી શકે છે વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ વિપક્ષી પક્ષને ગૃહમાં વિપક્ષના નેતા (LoP) માટે જરૂરી સંખ્યામાં બેઠકો મળી નથી. નિયમો અનુસાર, આ પદ વિપક્ષી પાર્ટીને આપવામાં આવે છે જે ઓછામાં ઓછી 10% વિધાનસભા બેઠકો જીતે છે.

જો અનેક પક્ષોએ આનાથી વધુ બેઠકો મેળવી હોય તો સૌથી વધુ બેઠકો મેળવનાર વિરોધ પક્ષને આ પદ આપવામાં આવે છે. આ વખતે એવું નથી, તેથી MVA સંયુક્ત LoPના પદ પર દાવો કરી શકે છે. આ સંદર્ભે રાજ્યપાલને પત્ર લખીને ચૂંટણી પૂર્વે ગઠબંધનની દલીલ કરવામાં આવશે.

વોટ માર્જિન 0.5% વધ્યું તો ભાજપે 105થી 132 સીટ જીતી

‘મેરા પાની ઉતરતા દેખ, કિનારો પર ઘર મત બસા લેના… મેં સમંદર હું, લૌટકર વાપસ આઉંગા’

દેવેન્દ્ર ફડણવીસે 1 ડિસેમ્બર, 2019ના રોજ મહારાષ્ટ્ર એસેમ્બ્લીમાં દુષ્યંત કુમારની આ કવિતા વાંચી. 28 નવેમ્બર, 2019 ના રોજ ભાજપથી અલગ થયા પછી, ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપીના સમર્થન સાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઉદ્ધવ ઠાકરેના કારણે જ ફડણવીસ સીએમ બન્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો 23 નવેમ્બર, 2024ના રોજ આવ્યાં હતાં, એટલે કે 5 વર્ષ પૂરાં થવાનાં 5 દિવસ પહેલાં. ભાજપે 149 બેકો પર ચૂંટણી લડી, 132 બેઠક જીતી. તેમના ગઠબંધનને 288માંથી રેકોર્ડ 230 બેઠક મળી હતી.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved