Gold-Silver Prices : સોના-ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં 2025માં મોટી વધઘટ જોવા મળે તેવી શક્યતા છે અને તેનો આધાર વૈશ્વિક આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓ પર રહેશે. નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે અને સ્થાનિક બજારમાં સોનાની કિંમત 80,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે. 2025 સુધીમાં તે 85,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણા અહેવાલો અનુસાર સોનાની કિંમત પ્રતિ ઔંસ $3,000 સુધી જઈ શકે છે.
ગોલ્ડમૅન સૅક્સના અહેવાલમાં જણાવાયું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત $3,000 પ્રતિ ઔંસ સુધી પહોંચે છે, તો સ્થાનિક બજારમાં સોનાની કિંમત 92,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી 1,00,000 રૂપિયા સુધી જઈ શકે છે.
આ કારણોથી સોનાના ભાવ વધી શકે છે ?
જેમ કે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર સોનાના ભાવ પર પડશે. તેમજ જો અમેરિકામાં વેપાર યુદ્ધ વધે તો સોનાના ભાવ વધી શકે છે. આ સિવાય યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને સેન્ટ્રલ બેંકો દ્વારા ખરીદી પણ સોનાના ભાવને અસર કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંકે પણ તેના સોનાના ભંડારમાં વધારો કર્યો છે, જે ફુગાવા અને ચલણની સ્થિરતાને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો છે. વધુમાં ભારતીય જ્વેલરી કંપનીઓ 2025 માં 16-18% નેટવર્ક વિસ્તરણનું આયોજન કરી રહી છે જે સોનાની માંગમાં વધુ વધારો કરી શકે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે,vadodaranewsnetwork.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)