Vadodara News Network

શુભમન ગિલે પાકિસ્તાનના બાબર આઝમને પછાડ્યો:ICC વન-ડે રેન્કિંગમાં નંબર-1 બન્યો; બેટિંગ રેન્કિંગમાં ચાર ભારતીય ટૉપ-10માં સામેલ

ભારતીય ઓપનર શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં નંબર-1 બેટર બની ગયો છે. તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો. ગયા અઠવાડિયે ગિલ બીજા સ્થાને હતો. ICC એ બુધવારે નવા રેન્કિંગ્સ જાહેર કર્યા. બોલિંગમાં શ્રીલંકાના મહિશ થિકસાનાએ અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે.

ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની સિરીઝની પહેલી બે વન-ડેમાં અડધી સદી અને ત્રીજી વન-ડેમાં સદી ફટકારી હતી, અને તેનો ફાયદો તેને મળ્યો છે. તેણે ત્રણ મેચમાં 259 રન બનાવ્યા. આ બીજી વખત છે જ્યારે ગિલે ODI ક્રિકેટમાં નંબર-1 રેન્કિંગ હાંસલ કર્યું છે. તેણે 2023માં મેન્સ ODI વર્લ્ડ કપની વચ્ચે બાબરને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.

 

થિકસાના ટોચ પર પહોંચ્યો

શ્રીલંકાનો સ્પિનર ​​મહિશ થિકસાનાએ બોલર્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે. બોલરોની યાદીમાં ટોપ-10માં બે ભારતીય બોલર કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ છે. કુલદીપને એક સ્થાનનો ફાયદો થયો છે. સિરાજ 10મા સ્થાને યથાવત છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer
>
Bucharest
15 Apr
16°C
16 Apr
18°C
17 Apr
18°C
18 Apr
14°C
19 Apr
13°C
20 Apr
18°C
21 Apr
20°C
>
Bucharest
15 Apr
16°C
16 Apr
18°C
17 Apr
18°C
18 Apr
14°C
19 Apr
13°C
20 Apr
18°C
21 Apr
20°C

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved